દેહદાન,
ચક્ષુદાન
ભોલગામડા:
સ્વ.રમણીકલાલ ભગવાનજી વોરાના પુત્ર જીતેન્દ્રકુમાર રમણીકલાલ વોરા (ઉ.64) તે અરૂણાબેન
કિશોરચંદ્ર મહેતા (રાજકોટ), લતાબેન શરદકુમાર મોદી (લાલપુર), ભરતભાઈ, બીપીનભાઈ, પંકજભાઈના
નાનાભાઈ, કમલેશભાઈ, જીગ્નેયભાઈના મોટાભાઈનું ભોલગામડા મુકામે તા.4ના અવસાન થયું છે.
તેમનું ચક્ષુદાન તેમજ દેહદાન કરેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
કિશનભાઇ જીતેન્દ્રભાઇ ઠાકરનું અવસાન થતાં તેમના પરિવારની ઇચ્છા અનુસાર તથા જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી
આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 780મું ચક્ષુદાન થયું છે.
રાજકોટ:
રમેશભાઈ (ઉં.71) મૂળ ખારચીયા નિવાસી હાલ રાજકોટ તે સ્વ.રમણીકભાઈ જગજીવન મીરાણીના પુત્ર,
સ્વ.અમૃતલાલ, હસમુખભાઈ (મોરબી) તથા સ્વ.કમળાબેન ઘનશ્યામકુમાર કારીયા, રંજનબેન જશવંતકુમાર
ઠક્કરના ભાઈ, ભાવિનભાઈના પિતા, સ્વ.જયંતીલાલ, સ્વ.ચંદુલાલના ભત્રીજા, જેતપુર નિવાસી
સ્વ.બાબુલાલ મૂળજીભાઈ વણઝારાના જમાઈનું તા.9ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા, પિયર પક્ષની
સાદડી તા.11નાં સાંજે 4 થી પ રામેશ્વર મહાદેવ મંદિર, કોઠારીયા રોડ, ન્યુ સુભાષ મેઈન
રોડ, નંદા હોલ પાસે, હરિઘવા રોડ, રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.સોની પ્રફુલભાઈ શિવલાલ વાગડીયાનાના પુત્ર નયનભાઈ (ઉ.38) તે કલ્પનાબેન જગદીશકુમાર,
મનીષાબેન મનોજકુમાર, ભાવિકાબેન દિલીપકુમાર, છાયાબેન અજયકુમારના ભાઈ, રાશિ, જેનીલના
પિતા, મોરબીવાળા સોની વિનોદભાઈ કાનજીભાઈ કલોલીયાના જમાઈ, ગોપાલ, જયના બનેવીનું તા.7ના
અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.11ના સવારે 10 થી 11.30 સોની સમાજની વાડી, ખીજડાશેરી,
યુનિટ નંબર-1, કોઠારીયા નાકા, મામા સાહેબની બાજુમાં છે.
ઉના:
છારીયા ઉનેવાળ બ્રાહ્મણ સ્વ.શાંતિલાલ છોટાલાલ જાનીના પુત્ર કમલેશભાઈ (ઉ.પ1) તે સ્વ.મનીષભાઈના
નાનાભાઈ, ચેતનભાઈ (ગુરુજી), અલ્કાબેન શૈલેષકુમાર પંડયાના મોટાભાઈનું તા.9ના અવસાન થયું
છે. ઉઠમણુ તા.11ના સવારે 9 કલાકે મહાકાલેશ્વર મહાદેવ મંદિર, બેસણુ સવારે 10 થી પ, તેમના
નિવાસ સ્થાન લંબોદર કૃપા, ગાયત્રી સોસાયટી, શાહ એચ.ડી.હાઈસ્કુલ પાછળ ઉના છે.
જસદણ:
મેનલભાઈ નરેશભાઈ રાજાણી (ઉ.4પ) તે સ્વ.નરેશભાઈ વૃજલાલ રાજાણીના પુત્ર, દીપેશભાઈ, હાર્દિકભાઈના
મોટાભાઈ, વરુણભાઈના પિતાનું તા.9ના અવસાન થયુ છે. બેસણુ તા.11નાં બપોરે 3 થી પ સોમનાથ
એપાર્ટમેન્ટ, કાનજીપરા, કોઠીના નાલા પાસે, જસદણ સસરા પક્ષની સાદડી સાથે છે.
જોડિયા:
જોડિયા નિવાસી હાલ રાજકોટ સ્વ.ધર્મેન્દ્રભાઈ મોહનજીભાઈ વર્માના પત્ની લતાબેન (ઉં.7ર)
તે પ્રકાશભાઈ, નિરવભાઈના માતા, સ્વ.મગનલાલ જીવરાજભાઈ કક્કડના પુત્રી તે પ્રવીણભાઈ,
અશ્વિનભાઈ તથા પિયુષભાઈ કક્કડના બહેન તે આયુષી નિરવભાઈ વર્મા, શાલિની પ્રકાશભાઈ તથા
યશ પ્રકાશભાઈ વર્માના દાદીનું તા.ર0ના અવસાન થયુ છે. ઉઠમણુ, પિયર પક્ષની સાદડી તા.1રના
4.30 થી પ.30 પંચનાથ મહાદેવ મંદિર ખાતે છે.
પડધરી:
પડધરી નિવાસી હાલ મુંબઈ કિરણભાઈ ઓધવજીભાઈ મહેતા (ઉં.8ર) તે સ્વ.હર્ષિદાબેનના પતિ, સ્વ.વાડીલાલભાઈ,
સ્વ.રતિલાલભાઈ, સ્વ.શાંતિલાલભાઈ, નવીનભાઈ, ભૂપતભાઈ, સ્વ.મુક્તાબેન, સ્વ.વિજયાબેન અને
પ્રીતિબેનના ભાઈ, અર્પણ અને વિરલના પિતા, સેજલબેન, ડિમ્પલબેનના સસરા, પ્રથમ, જીયાના
દાદા, કાંતિભાઈ પ્રેમચંદભાઈ મહેતા (મદ્રાસ)ના જમાઈનું તા.9નાં મુંબઈ ખાતે અવસાન થયું
છે. પ્રાર્થના સભા તા.11નાં સાંજે પ થી 7 એફપીએચ ગરવારે હોલ, લાલ લજપતરાય રોડ, હાજી
અલી, મુંબઈ છે.
રાજકોટ:
મોટી મોણપરી નિવાસી હાલ રાજકોટ ભાનુબેન અરવિંદભાઈ લોઢીયા (ઉ.65) તે સ્વ.રામજીભાઈ વેલજીભાઈ
લોઢીયાના પુત્રવધૂ, અરવિંદભાઈના પત્ની, કાળુભાઈ, શાંતિભાઈ, ભરતભાઈ, રમેશભાઈના ભાઈના
પત્ની, દિલીપભાઈ, કેતનભાઈના માતુશ્રીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ના સવારે
9 થી 11, મોટી મોણપરી તેમના નિવાસ સ્થાને તથા તા.12ના સાંજે 4 થી 6, મેઘાણી રંગભવન,
ભક્તિનગર સર્કલ પાસે,
રાજકોટ
છે.
રાજકોટ:
બ્રહ્મક્ષત્રિય સ્વ.ધીરજલાલ રણછોડદાસ પડિયાના પુત્ર હિરાલાલની પુત્રી રીના વિશાલકુમાર
છાંટબાર, તે સંજયભાઈ, કેયુરભાઈના મોટા બહેનનું અમદાવાદ મુકામે તા.5ના અવસાન થયું છે.
સાદડી તા.11ના સાંજે 4-30 થી 5-30, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ
છે.
જામનગર:
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ જામનગર નિવાસી મિનાક્ષી આર.વ્યાસ (ઉ.70) તે રશ્મિકાંત
આર.વ્યાસ (રીટા.ઓફિસર ગ્રામીણ બેંક)ના પત્ની, કૃતિ, આરતીના માતુશ્રી, સ્વ.હર્ષદભાઈ,
મુકેશભાઈ દવે (રાજકોટ)ના બહેન, સ્વ.લલિતભાઈ, ભરતભાઈ, હર્ષદભાઈ અને ભાવનાબેન વ્યાસના
ભાભીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4-30 થી 5-30, ઈન્દ્રેશ્વર મહાદેવ
મંદિર, એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ, જામનગર ખાતે છે.
જામનગર:
હરિહર જે.બક્ષી તે (રીટાયર્ડ સેન્ટ્રલ બેંકના કર્મચારી) તથા (રિટાયર્ડ કંપની કમાન્ડર
હોમગાર્ડ જામનગર જિલ્લા વિભાગ) તે નેહલબેન શૈલેષ પરમાર, એડવોકેટ વૈશાલીબેન બક્ષીના
પિતા, હિત પરમારના નાના, ડો.કેયુરભાઈ બક્ષી, આશીષભાઈ, હાર્દિકભાઈ તથા આનંદભાઈના કાકાનું
તા.10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તના.12ના સાંજે 5 થી 6, ભાઈઓ, બહેનો માટે નર્મદેશ્વર
મહાદેવ મંદિર, પંચવટી, જામનગર છે.
જામનગર:
ઔ.ગો.બ્રાહ્મણ નિર્મળાબેન લલીતરાય મહેતા (ઉ.84) તે જયેશભાઈ એલ.મહેતા (જીઈબી ટીપીએસ
સિક્કાના નિવૃત્ત કર્મચારી)ના માતા, આકાશ, દિપ (યુરોપ), પરીનના દાદી, શીલાબેનના સાસુનું
તા.7ના અવસાન થયું છે. બેસણું તા.11ના સાંજે 4 થી 4-30, પાબારી હોલ, તળાવની પાળ પાસે,
જામનગર છે.
જામનગર:
મંજુલાબેન રામજીભાઈ વાજા તે જીતેન્દ્રભાઈ, ભરતભાઈના માતાનું તા.7ના અવસાન થયું છે.
બેસણું તા.11ના સાંજે 4-30 થી 5, ભાઈઓ-બહેનો માટે લક્ષ્મીનારાયણ વાણંદ જ્ઞાતિની વાડી,
પંચેશ્વર ટાવર પાસે, જામનગર છે.
ચિત્તલ:
સરવૈયા સ્વ.જીવુભાના પુત્ર જુવાનસિંહ (ઉ.69) તે સ્વ.સુરસિંહ સરવૈયાના લઘુ બંધુ, નરેન્દ્રસિંહ
(હળવદ)ના મોટાભાઈ, મયુરધ્વજસિંહ, નરવીરસિંહના પિતાજી, દશરથસિંહ (સુરેન્દ્રનગર), યોગેન્દ્રસિંહ
(ધ્રોલ), ધર્મેન્દ્રસિંહ (રાજકોટ)ના કાકાનું તા.8ના ભુજ ખાતે અવસાન થયું છે. બેસણું
તા.12ના શુક્રવારે 3 થી 6, ચિત્તલ ખાતે દરબારગઢ ખાતે રાખેલ છે.