• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

તૃણમૂલ સાંસદ સિગારેટ પીતા પકડાયા

 

સંસદ બહાર દેખાયા, ઊલટું ભાજપ પર ભડકતાં કહ્યું : દિલ્હીમાં પ્રદૂષણ દૂર કરોને

 

નવી દિલ્હી, તા. 12 :સંસદ ભવનમાં તૃણમૂલ સાંસદ દ્વારા ઇ-સિગારેટ પીવાના મુદ્દે વિવાદ વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ સૌગત રોય સંસદ ભવન બહાર સિગારેટ પીતા દેખાયા હતા. પોતાનાં આ કૃત્યને યોગ્ય ઠેરવતાં રોયે કહ્યું હતું કે, એક સિગારેટથી કંઇ નથી બગડવાનું, સંસદની અંદર સિગારેટ પીવા પર પ્રતિબંધ છે. બહાર ખુલ્લી જગ્યામાં કોઇ પ્રતિબંધ નથી.

સિગારેટ પીતા પકડાઇ ગયા પછી ઊલટા ભાજપ પર ભડકતાં તૃણમૂલ સાંસદે આરોપ મૂક્યો હતો કે, ભાજપની સરકારમાં જ દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષણ છે.

એક સિગારેટ પર પ્રહાર કરવાનાં સ્થાને ભાજપે પ્રદૂષણ દૂર કરવા પર ધ્યાન દેવું જોઇએ. આ મામલા પર ખોટી રાજનીતિ થઇ રહી છે. કેન્દ્રીયમંત્રીઓ ગિરીરાજસિંહ અને કાગેન્દ્ર શેખાવતે રોય પર પ્રહાર કરતાં સવાલ કર્યો હતો કે, દાદા આપ પોતાનાં અને અમારા સ્વાસ્થ્યને જોખમમાં શા માટે   મૂકો છો ?

તૃણમૂલ સાંસદ સૌગત રોયે પત્રકારો પર પણ ભડકતાં કહ્યું હતું કે, આપ આટલા સવાલો શા માટે કરી રહ્યા છો ?

ભાજપના મંત્રીઓએ કંઇક કહ્યું અને આપ એવી રીતે સમર્થન આપો છો, જાણે તેમણે કહ્યું છે, એ સાચું જ છે, તેવા પ્રહાર રોયે પત્રકારો પર કર્યા હતાં.

ઇ-પેપરના નવા શુલ્ક