• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

avshan nodh

વેરાવળ: સ્વ. પ્રભાશંકરભાઇ મહેતાના પત્ની હંસાબેન (ઉ.75)  તથા મોટા પુત્ર, સુરેશભાઇ (ઉ.60) તે સ્વ. જીવરામભાઇ મહેતાના નાના ભાઇના પત્ની તથા ભત્રીજો તેમજ સ્વ. જેન્તીભાઇ મહેતા, શાંતિભાઇ મહેતાના ભાભી અને ભત્રીજો, સ્વ. જ્યોતિબેન, પ્રદીપભાઇ, મનીષભાઇ, રેખાબેનના માતુશ્રી અને ભાઇ, નિરવભાઇ, ઉમંગભાઇના દાદીમા અને મોટા બાપુજીનું તા.8ના અવસાન થયું છે. ઉઠમણું: તા.11ને ગુરૂવારે બપોરે 4 થી 6 મોદીની વાડી સામે, 60 ફૂટ રોડ, તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ચિતલ: ચિતલ નિવાસી બ્રહ્મક્ષત્રિય ભુપતભાઇ જમનાદાસ જોગીના પત્ની, હિરાબેન (ઉ.81)તે ભરતભાઇ, નિલેશભાઇ તથા રંજનબેન ગિરિશકુમાર પડિયા (જેતપુર)ના માતુશ્રી તથા વિવેક, આકાશના દાદીમા અને  સ્વ. ગાંડાલાલ મકનદાસ  મર્થક (ધારી)ના દીકરીનું તા.7ના રોજ અવસાન  થયું છે. પ્રાર્થના સભા: તા.11ને ગુરૂવારે સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, મેઇન બજાર, આઝાદ ચોક, મોદી શેરી, ચિતલ (જી. અમરેલી) ખાતે રાખેલ છે.

રાજકોટ: કિશનભાઇ (ઉ.27) તે જીતેન્દ્રભાઇ ભીખાલાલ ઠાકર તથા ગાયત્રીબેનના પુત્ર, આનંદભાઇ ઠાકરના નાના ભાઇ, અશોકભાઇ, રાજુભાઇ, શૈલેષભાઇના ભત્રીજા, ચિત્રાવડવાળા  નીલકંઠભાઇ મનહરલાલ જોષીના ભાણેજનું તા.7ના અવસાન થયું છે. બેસણું તા.11ને ગુરૂવારે સાંજે 4 થી 6 તેમના નિવાસ સ્થાને પ્રાપ્તિ એવન્યુ, ભારતીનગર મેઇન રોડ, નંદા હોલ પાછળ, રાજકોટ ખાતે છે.

રાજકોટ: વિશ્વા (કિરણ) હિરેનભાઇ જોષીનું તા.7ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.11ને ગુરૂવારે સાંજે 4 થી 5 પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ (પિયર પક્ષની સાદડી સાથે) છે. પોરબંદર ખાતે તા.12ને શુક્રવારે બપોરે 3 થી 5 ભાવેશ્વર મહાદેવ મંદિર, સત્યનારાયણ મંદિર સામે છે.

ઇ-પેપરના નવા શુલ્ક