• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

શરીફનું આંતરરાષ્ટ્રીય અપમાન ! પુતિનની 40 મિનિટ રાહ જોઇ

બળજબરીપૂર્વક હોલમાં ઘૂસવું પડયું અને 10 જ મિનિટમાં બહાર નિકળ્યા

 

નવી દિલ્હી, તા. 12 : પાકિસ્તાની વડા પ્રધાન શહબાજ શરીફ વર્તમાન સમયે તુર્કમેનિસ્તાનમાં છે. જ્યાં ઈન્ટરનેશનલ ફોરમ ઓન પીસ એન્ડ ટ્રસ્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જો કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવાની ચાહતમાં પોતાનું ભયંકર અપમાન કરાવી બેઠા હતા.

ઈન્ટરનેશનલ ફોરમ ઓન પીસ એન્ડ ટ્રસ્ટની બેઠકમાં પુતિન, તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગાન અને પાકિસ્તાની પીએમ શહબાઝ શરીફ પહોંચ્યા હતા. શરીફ અને પુતિનની બેઠક થવાની હતી. જો કે પુતિને પાકિસ્તાની પીએમને અંદાજીત 40 મિનિટ સુધી રાહ જોવડાવી હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જેમાં પુતિનની રાહ જોતા શહબાઝ શરીફ જોવા મળે છે. આ દરમિયાન તેઓ ખૂબ જ બેચેન છે. તેમની સાથે કેબિનેટના મોટા મંત્રીઓ પણ હતા અને

એકબીજાની સામે જોઈ રહ્યા હતા.

જો કે પુતિન બેઠક માટે ન પહોંચતા શહબાઝ એ હોલ તરફ નિકળ્યા હતા જયાં પુતિન અને એર્દોગાન વચ્ચે બેઠક ચાલી રહી હતી, બાદમાં 10 જ મિનિટમાં હોલની બહાર નિકળી ગયા હતા. આ અપમાન બાદ અંતે શરીફે પુતિન સાથે મુલાકાત કરી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક