• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

avshan nodh

ચક્ષુદાન

ધોરાજી: લોહાણા સમાજના અગ્રણી મનસુખભાઇ ગોરધનભાઇ ગણાત્રાનું અવસાન થતા પરીવાર જનોએ સ્વ. મનસુખભાઇના ચક્ષુદાન કરવા અંગે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા, ભોલાભાઇ સોલંકીને જાણ કરાતા સરકારી હોસ્પિટલ ધોરાજીનાં અધિક્ષક ડોક્ટર જયેશ વેસેટીયન, ડો. રાજ બેરા, મેડિકલ ટીમના દીપકભાઇ પારધી વગેરેએ સેવાઓ બજાવી હતી. આ તકે બીપીનભાઇ ગણાત્રા, ચિરાગભાઇ કારીયા, દિક્ષીતભાઇ ગાંધી, દીપકભાઇ ગોંડલિયા, ધવલભાઇ ગઢિયા વગેરે ઉપસ્થિત હતા.

રાજકોટ: ગાવિંદભાઈ રવજીભાઈ કુંડલિયા (ઉ.9ર) તે કમલેશભાઈ, કુમુદબેન અરવિંદભાઈ વિઠ્ઠલાણી (કોડીનાર), મીનાબેન સીરીશકુમાર નાગ્રેચા (રાજકોટ), દક્ષાબેન હરેશકુમાર વિઠ્ઠલાણી (કોડીનાર)ના પિતા, ધવલભાઈના દાદા, હસમુખભાઈ, હર્ષદભાઈ, સ્વ.નરેન્દ્રભાઈ, કિશોરભાઈ, ભરતભાઈના બનેવીનું તા.6ના અવસાન થયુ છે. બેસણુ તા.8ના સાંજે 4 થી 6 પંચનાથ મંદિર, લીમડા ચોક, રાજકોટ છે. સસરા પક્ષની સાદડી સાથે છે.

જૂનાગઢ: જયશ્રીબેન (ઉ.79) તે જેન્તીભાઈ શાહના પત્ની, દિવ્યેશભાઈ, તુષારભાઈના માતાનું તા.6ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7ના રવિવારે સવારે 10 થી 11.30 ગોભવા મોઢ તથા અડાલજા જ્ઞાતિની વાડી, વાંઝાવાડ, જવાહર રોડ, જૂનાગઢ ખાતે છે.

રાજકોટ: માધવજીભાઈ ડાયાભાઈ કડેચા (ઉ.9ર) તે શૈલેષભાઈ, કુસુમબેન, સુમિતાબેન, રીટાબેનના પિતા, પ્રતિક, રોહિતના દાદાનું અવસાન થયુ છે. બેસણુ તા.8ના સાંજે પ થી 6 વિશ્વકર્મા કેળવણી મંડળ, 7/10 ભક્તિનગર સ્ટેશન, રાજકોટ છે.

જેતપુર: સારસ્વત બ્રાહ્મણ સ્વ.વજેશંકર ગોવિંદજી કનૈયાનાં પુત્ર ચંદ્રકાંત (ઉ.પ4) તે જટાશંકર વાડિયા (રાજકોટ)નાં જમાઈ, રમેશભાઈ (બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીના ગોર), મંજુલાબેન, નિરૂબેન, અંજુબેનનાં નાના ભાઈ, રાજ, રાધીકાબેન, સ્વયં ગણાત્રાનાં પિતાનું તા.6ના અવસાન થયુ છે. પ્રાર્થનાસભા તા.8ના સાંજે 4 થી પ બ્રહ્મક્ષત્રિય જ્ઞાતીની વાડી, વિભાગ નં.1, ફુલવાડી, ભાદર રોડ, જેતપુર છે.

સાવરકુંડલા: જયાબેન ખોડાભાઈ ગરનારા (ઉ.86) તે જગદીશભાઈ તથા રાજુભાઈના માતાનું તા.1ના અવસાન થયુ છે. બેસણુ તા.7ના સાંજે 4 થી 6 હોથીભાઈની શેરી, ગરનારાનું નાકું, સાવરકુંડલા છે.

રાજકોટ: સ્વ.અમીચંદ વખતચંદ પારેખના પુત્ર સતિષભાઈ (ઉ.6પ) તે મધુબેનના પતિ, કરણના પિતા,ડોલીના સસરા, દેવના દાદા, કુમુદબેન ખારા, અતુલભાઈ પારેખના નાનાભાઈ, ભાવનાબેન દોશી, સ્મીતાબેન મોદી અને રૂપલબેન શાહના મોટાભાઈ, ચણાકા નિવાસી સ્વ.રસીકલાલ દેવચંદ રૂપાણીના જમાઈનું તા.પના અવસાન થયુ છે. બેસણુ તા.8નાં સવારે 10 થી 11 મણીભદ્ર વીર, આરાધના ભવન, ચૌધરી હાઈસ્કુલ સામે, રાજકોટ છે.

રાજકોટ: સ્વ.રસિકલાલ માધવજી કક્કડના પત્ની રંજનબેન (ઉં.96) તે સ્વ.રમેશભાઈ, યોગેશભાઈ, અતુલભાઈના માતા, મિલન, મોહિત, દિપના દાદી, સ્વ.ઓધવજી પરસોત્તમ રાજદેવની દિકરીનું તા.પના અવસાન થયું છે. ઉઠમણું તા.8ના સાંજે કોઠારીયા મેઈન રોડ, હુડકો જુના બસ સ્ટોપ પાછળ, આશાપુરા મંદિર, ખોડીયાર મંદિર, રાજકોટ પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: મૂળ હળવદના હાલ રાજકોટ સ્વ.ચંદ્રકાંત કાંતિલાલ દવે (નિવૃત્ત સ્મોલ કોઝ કોર્ટ)ના પત્ની ગીતાબેન (ઉં.80) તે મનીષાબેન જગદીપ રાવલ, સ્વ.નિલેશ સી. દવેના માતા, જગદીપભાઈ ચંદ્રકાંતભાઈ રાવલના સાસુ, સ્વ.જગદીશભાઈ, રમેશભાઈ, મહેન્દ્રભાઈના ભાભીનું તા.પના અવસાન થયું છે. બેસણું તા.8ના સાંજે 4 થી 6 લક્ષ્મણ ઝુલા એપાર્ટમેન્ટ, સૂર્યોદય સોસાયટી, વોકહાર્ટ હોસ્પિટલની સામે, કાલાવડ રોડ, રાજકોટ છે.

જામનગર: શ્રીગોડ મેડતવાડ બ્રાહ્મણ મૂળ કાલાવડ હાલ જામનગર મહેશચંદ્ર કૃષ્ણલાલ જાની (ઉ.67) તે રમેશચંદ્ર કૃષ્ણલાલ જાનીના નાનાભાઈ, ચિંતનભાઈ, બિંદુબેનના પિતા, અજયકુમારના સસરાનું તા.6ના અવસાન થયું છે. ઉઠમણુ તા.8ના સાંજે 4 થી 4.30 ભાઈઓ, બહેનો માટે પાબારી હોલની તળાવની પાળ ખાતે છે.

મિતાણા: જયાબેન ઝવેરભાઈ દેણપીયા ભીખુભાઈ, પ્રવીણભાઈ, સ્વ.જયસુખભાઈ (બુધાભાઈ)ના માતા, નવીનભાઈ, જીજ્ઞેશભાઈના દાદીનું તા.6ના અવસાન થયુ છે. બેસણું તા.8ના બપોરે 3 થી 6 પ્રભુનગર (મીતાણા) તા.ટંકારા, જી.મોરબી છે.

અમરેલી: ઔ.ખરેડી સમવાય બ્રાહ્મણ હસમુખરાય મોહનલાલ જોશી (નિવૃત્ત પી.ડબલ્યુ.ડી. ધારી) તે સ્વ.બળવંતરાય (એસ.ટી. રાજકોટ), મનિષભાઈ (એસ.ટી. અમરેલી), સી.એમ.જોશી (સીટી ડીવીઝન, રાજકોટ), સ્વ.જન્મશંકરના ભાઈ, ભાવેશભાઈ, હિતેશભાઈ, અલ્કાબેન ભટ્ટ (ભાવનગર), નિરુબેન ત્રિવેદી (જેતપુર)ના પિતા, સમર્થ જોશીના દાદાનું તા.3નાં માળીલા (તા.અમરેલી) ખાતે અવસાન થયુ છે. બેસણુ તા.8ના સવારે 9 થી સાંજે પ સુધી માળીલા (તા.જી.અમરેલી) છે.

ઇ-પેપરના નવા શુલ્ક