• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

ભારતીય પેન્શન પ્રણાલીમાં ઐતિહાસિક બદલાવ


NPS-પેન્શન સિસ્ટમમાં પહેલી વખત સોના અને ચાંદીમાં રોકાણની મંજૂરી

 

નવી દિલ્હી, તા. 12 : ભારતીય પેન્શન પ્રણાલીમાં એક ઐતિહાસિક બદલાવ થયો છે. હવે નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ) ભંડોળનો પહેલી વખત સોના અને ચાંદીના ઈટીએફમાં રોકાણ કરવાની મંજૂરી મળી ગઈ છે. આ કદમ રોકાણકારોને ધાતુઓની કિંમતમાં હિસ્સેદારીની તક આપશે અને પેન્શન ફંડના પોર્ટફોલિયોને વિવિધતાપુર્ણ બનાવશે. હકીકતમાં પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ)એ યોજનાઓના   રોકાણ નિયમોમાં મોટું સંશોધન કર્યું છે. હવે રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (એનપીએસ), યૂનિફાઈડ પેન્શન સ્કીમ (યુપીએસ) અને અટલ પેન્શન યોજના (એપીવાય)ના રોકાણ પોર્ટફોલિયોમાં સોના અને ચાંદીના ઈટીએફ, નિફ્ટી 250 ઈન્ડેક્સ અને એલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડસને સામેલ કરવામાં આવ્યા છે. જે પહેલા સંભવ નહોતું. એટલે કે એનપીએસ, યુપીએસ અને એપીવાયના રોકાણને હવે ગોલ્ડ, સિલ્વર અને ઈટીએફમાં રોકી શકાશે.

પેન્શન ફંડ સેબીથી માન્યતા પ્રાપ્ત  ગોલ્ડ અને સિલ્વર ઈટીએફમાં રોકી શકાશે. આ  રોકાણ વૈકલ્પિક રોકાણની શ્રેણીમાં આવે છે અને જોખમોને નિયંત્રીત કરીને પોર્ટફોલિયોમાં વિવિધતા લાવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક