રાજકોટ:
અમરસિંહ મુળુભાઇ ચૌહાણના પુત્ર તથા નરેશભાઇ અમરસિંહ ચૌહાણના મોટા ભાઇ તથા વિરાજસિંહ
અને માનસીબેનના પિતાશ્રી, અજીતસિંહ ચૌહાણનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11ના
સાંજે 4 થી 6 કારડીયા રાજપુત, શ્રીરામજી મંદિર રજપુતપરા શેરી નં.2, રાજકોટ છે.
રાજકોટ:
મગનભાઇ હરજીભાઇ પાટડીયાના પત્ની રમાબેન (પારેવાડા વાળા)નું તા.8ના અવસાન થયું છે. બેસણુ:
તા.12નાં સાંજે 4 થી 6 સોમેશ્વર મંદિર, રાજારામ સોસાયટી શેરી નં.1, રાજકોટ છે.
રાજકોટ:
પડધરી રહેવાસી હાલ રાયપુર ડો. દિલસુખભાઇ ચકુભાઇ ગોહિલનું તા.7ના અવસાન થયું છે. બેસણુ:
તા.11નાં સાંજે 4 થી 5 કમળ ગંગા મચ્છુ કઠીયા સઇસુતાર જ્ઞાતિની વાડી, 22/24 વિજય પ્લોટ,
ઢેબર રોડ, રાજકોટ છે.
રાજકોટ:
દિલીપભાઇ વાલાભાઇ સબાડ (બોરીચા) (ઉ.68) તે
હમીરભાઇના નાના ભાઇ, મૌલિકભાઇ, ધર્મેશભાઇના પિતાનું તા.9ના અવસાન થયું છે. બેસણુ: તા.11નાં
સાંજે 4 થી 6 ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી, શેરી નં.9, રાજકોટ છે.
રાજકોટ:
વિમલભાઇ ચંદ્રકાંતભાઇ માંડવીયા તે ઉર્મિલાબેન ચંદ્રકાન્તભાઇ માંડવીયાના દીકરા, ભરતભાઇ, બીનાબેન, પ્રિતિબેનના ભાઇનું તા.7નાં અવસાન થયું છે. બેસણું તા.11ના 10-30 થી
11 પ્રાર્થના સભા 11 થી 12 નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંઘ, ગાંધીગ્રામ,
રાજકોટ
છે.
રાજકોટ:
મૂળ માણાવદર અને હાલ રાજકોટ ઇજનેર અમરશીભાઇ મેંશુંરભાઇ પરમાર (િનવૃત્ત પ્લાનિંગ આસી.
ટીપી શાખા) (ઉ.78) તે ભાનુબેનના પતિ, રવિભાઇ, ભાવિનભાઇ અને શિવાંગીબેનના પિતાશ્રી, સ્વ. બધાભાઇ,
સ્વ. પુંજાભાઇ, સ્વ. અવીબેન કાનાભાઇ,
સ્વ. વેજીબેન કરસનભાઇ, અમીબેન રાણાભાઇ, દેવીબેન શામન્તભાઇ રાઠોડના ભાઇ, સ્વ.
ખીમાભાઇ આલાભાઇ મણવરના જમાઇનું તા.8ના રોજ અવસાન થયું છે. બેસણું તા.12નાં સવારે
10 થી 12 રૂડા-3, બ્લોક નં.205, શેરી નં.7,
ઇસ્કોન મંદિર પાછળ, મોટા મોવા, કાલાવડ રોડ, રાજકોટ છે.
રાજકોટ:
ગુલાબબેન સુંદરજીભાઇ પરમાર (ઉ.85) તે કિશોરભાઇ,
ભાવેશભાઇ, વિણાબેન, હંસાબેન અને તરલીકાબેનના માતા, કેતનભાઇ પરમાર (વીવીપી એન્જિનિયરીંગ કેલેજ), ગૌરવભાઇ પરમાર
(બેંક ઓફ બરોડા)ના દાદીનું તા.9ના અવસાન થયું છે. બેસણું તા.11નાં સાંજે 4 થી 6 સનરાઇસ
રેસીડેન્સી હોલ ગેટ નં.2, શિવાલય ચોક, રેલનગર, રાજકોટ છે.
ચિતલ:
નાના આંકડીયા નિવાસી કનૈયાલાલ બાલાશંકરભાઇ ત્રિવેદી તથા દિપકભાઇ બી. ત્રિવેદીનાં માતુશ્રી કમળાબેન બાલાશંકરભાઇ ત્રિવેદી (ઉ.96) તે
વિરલભાઇ (હાલોલ) તથા પ્રતિક (ગારીયાધાર), કિશન (લીલીયા)ના દાદીમા, હસુભાઇ જોષી (ગ્રીન
લોજ મહુવા) તથા મનહરભાઇ પંડયા (અમદાવાદ) તથા દિનેશભાઇ ઠાકર (લીલીયા)નાં
સાસુનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.11નાં સવારનાં 9 થી સાંજે 6 સુધી તેમનાં નિવાસસ્થાન નાના આંકડીયા
છે.
ભાવનગર:
મોઢ વણિક સિહોર નિવાસી પ્રવિણચંદ્ર ત્રંબકલાલ વોરાના પુત્ર મિતેષભાઇ વોરાના પત્ની નયનાબેન
(ઉ.65) તે બિમલ (ગોપાલ) વોરા તથા હિમાની ભાવિનકુમાર પારેખ (અમદાવાદ)ના માતુશ્રી, અજયભાઇ,
જીગ્નેશભાઇ તથા રીટાબેન મુકેશકુમાર મણિયાર (અમદાવાદ)ના મોટા ભાભી, કાજલ કરણ વોરા, કરણ વોરા, ગૌતમી ધ્રુવકુમાર ચોકસી (અમદાવાદ),
દેવાંશીના મોટા ભાભુ તે પ્રફૂલ્લભાઇ સી. વોરા- ભાવનગર (િનવૃત્ત કર્મચારી લોકશાળામણાર,
ભાવનગર મોઢ વણિક સમાજ સેવક), નરેન્દ્રભાઇ સી. વોરા (પી.આર. પટેલ એન્ડ કંપની એકાઉન્ટ),
હરબાળાબેન નિલેશભાઇ પરીખ (અમદાવાદ)ના બેનનું તા.8મીએ અવસાન થયું છે. પ્રાર્થના સભા:
તા.11ને ગુરૂવારે બપોરે 4 થી 6 મરઝી હોલ, ભાવનગર- રાજકોટ રોડ, સિહોર મુકામે રાખેલ છે.
પિયર પક્ષની પ્રાર્થના સભા સાથે રાખેલ છે.
જસદણ:
પરજિયા સોની ઘનશ્યામભાઇ જમનાદાસભાઇ થડેશ્વર (ઉ.69)તે હિરેનભાઇ તથા સમીરભાઇના પિતા તેમજ
હિતેશભાઇ, મયુરભાઇ, વિમલભાઇના કાકાનું તા.7ના રોજ અવસાન થયું છે. બેસણુ: તા.11ને ગુરૂવારે
સાંજે 4 થી 6 ગાયત્રી મંદિર, નવા બસ સ્ટેશનની સામે, જસદણ ખાતે રાખવામાં આવ્યું છે.
જેતપુર:
જેતપુર નિવાસી (હાલ રાજકોટ) અજયભાઇ દોશી તે સ્વ. નટવરલાલ નાનાલાલ દોશીના પુત્ર અને
સ્વ. હરિભાઇ, સ્વ. પ્રવીણચંદ્રભાઇ, જયસુખભાઇ, સ્વ. ભરતભાઇ, સ્વ. રમાબેન અનંતરાય મહેતા
તથા સ્વ. ભાનુબેન તનસુખભાઇ શેઠના ભત્રીજા, તેમજ રાજેન્દ્ર તથા સ્વ. સંજયના ભાઇ તેમજ
દિવ્યાબેન અજયભાઇ દોશીના પતિ અને કોમલ નયનભાઇ પારેખના પિતા તથા સ્વ. જયેશભાઇ તથા દિપકભાઇ
રમણીકલાલ શાહ તેમજ ઇલાબેન પ્રવીણભાઇ કોઠારી, વિપુલાબેન હિતેશભાઇ શાહ તથા સ્વ. હર્ષાબેન
દિપકભાઇ શાહના બનેવી અને મહેશભાઇ ગીરધરલાલ પારેખના વેવાઇનું તા.8ના રોજ અવસાન થયું
છે. ઉઠમણુ: તા.11ને ગુરૂવારે સવારે 11 કલાકે સરદારનગર ઉપાશ્રય, રાજકોટ ખાતે
રાખેલ
છે.
જોડીયા:
મચ્છુ કડીયા સઇસુથાર જ્ઞાતિના કાંતિલાલ ગીરધરલાલ પરમાર તે રાજેશભાઇ, જીતેન્દ્રભાઇ,
ભાવનાબેન તથા હેતલબેનના પિતા તથા નીતિન, દિવ્યેશ, હેમાંશુ, સુમિત તથા પ્રિયંકાના દાદાનું
તા.8મીએ અવસાન થયું છે. ઉઠમણુ: તા.11ને ગુરૂવારે સાંજે 4 થી 5 કોમ્યુનિટી હોલ, જલારામ
ખાતે રાખેલ છે.
ગઢડા:
ઇલિયાસભાઇ બિલાલભાઇ મુસાણી (ગઢડાવાળા)નું ભાવનગર ખાતે અવસાન થયું છે. તે મહંમદભાઇ બિલાલભાઇ
મુસાણી (એમ.બી.)ના નાના ભાઇ, તૌફીક, અયાઝના વાલીદ થયા. તેમની દફનવિધિ તા.10ને બુધવારે
સવારે 10 વાગ્યે કંસારા કબ્રસ્તાને જિયારત ભાઇઓની તા.10ને બુધવારે નમાઝ બાદ અસર ખદીજા
મસ્જિદ, શિશુ વિહાર સર્કલ
ખાતે
છે.