જેસરના
પનોતા પુત્ર જીવદયા પ્રેમી શાંતિલાલ કપૂરચંદ મહેતાનું અવસાન
જેસર:
જેસરના પનોતા પુત્ર, જીવદયા પ્રેમી એવા શાંતિલાલ કપૂરચંદ મહેતાનું જૈફ વયે અવસાન થતાં
જેસર ગામ તેમજ આજુ બાજુના ગ્રામજનોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. શાંતિભાઇ મહેતાએ જેસર તથા
તાલુકાના ગામડાઓનાં ગ્રામજનો માટે પાયાની સુવિધાઓ આપવામાં જિંદગી ખપાવી દીધી હતી. જેમાં
જેસરમાં 20 બેડની સરકારી હોસ્પિટલ, કોલેજ, આઇટીઆઇ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ,
શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં અબોલ પશુઓની માવજત, સેવામાં તથા માનવ રાહત સેવા સમિતિ
દ્વારા લોકોની આરોગ્ય લક્ષી સેવાઓમાં અંગેસર હતા તેમજ 1980ની સાલમાં જેસરને 66 કેવી
બસ સ્ટેશન છેલ્લે જેસરને તાલુકો બનાવવામાં શાંતિલાલ મહેતાનો સિંહફાળો રહ્યો હતો. તેમના
અવસાનના પગલે જેસર ગામે એક શોકસભાનું આયોજન હતું. જેમાં જેસર તેમજ આજુ બાજુના દરેક
સમાજના લોકો અને દરેક પક્ષના રાજકીય આગેવાનો, જેસર તાલુકાના ઉદ્યોગપતિઓએ, આ શોક સભામાં
હાજરી આપી શાંતિભાઇ મહેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
દેહદાન
મોટી
કુંકાવાવ: ગોવા નિવાસી જમનાદાસભાઈ દયાળજીભાઈ સાગલાણી (ઉં.94) તે સ્વ.કાંતિભાઈ, જયેન્દ્રભાઈ,
અરવિંદભાઈ, શારદાબેન, સ્વ.રમાબેન, પ્રફુલ્લાબેનના મોટાભાઈ, નયનાબેન, બીપીનભાઈ, સંજયભાઈના
પિતાશ્રી, સ્વપ્નિલ, પૂજા, શ્વેતા, નિકિતાના દાદાનું તા.17ના ગોવા મુકામે અવસાન થયું
છે. તેઓનું આયુર્વેદિક હોસ્પિટલ ગોવાને દેહદાન કરેલ છે.
સ્કીનદાન,
ચક્ષુદાન
રાજકોટ:
ભાનુબેન વસંતભાઈ ખોખાણી તે વસંતભાઈ ખોખાણી (પૂર્વ મેનેજીંગ ડાયરેક્ટર-રાજકોટ નાગરિક
સહકારી બેંક)ના પત્ની, તે ઓજસભાઈ, જીજ્ઞાબેન મહેતાના માતુશ્રીનું તા.16ના અવસાન થયું
છે. સદ્ગતનું સ્કીન દાન અને ચક્ષુદાન કરેલ છે. પ્રાર્થનાસભા તા.18ને શનિવારે સવારે
10થી 11, પારસ સોસાયટી કોમ્યુનીટી હોલ, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ પાસે, નિર્મલા રોડ,
રાજકોટ છે.
સાવરકુંડલા:
મોઢ ચાતુર્વેદી બ્રાહ્મણ (ખીજડીયા સમવાય) જ્ઞાતિના સ્વ.મનસુખભાઈ વાલજીભાઈ ત્રિવેદી
(શેલણા) તે સ્વ.િદનકરરાય, સ્વ.નવનીતરાય તથા છેલશંકરભાઈના નાના ભાઈ, સ્વ.િશવશંકરભાઈ
તથા પ્રફુલભાઈ તથા પ્રવીણભાઈના મોટાભાઈ, રાજુભાઈ, ભાવેશભાઈ, મયુરભાઈ, ચેતનાબેનના પિતાશ્રી,
ધ્રુવ, આસ્થા, માહી, ધ્યેયના દાદાનું તા.17ના અવસાન થયું છે. સાદડી તા.18ના બપોરે પછી
4 થી 6 મોઢ બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, ગુરૂકુળ સામે, કોલેજ રોડ, સાવરકુંડલા છે.
ધોરાજી:
મનસુખલાલ રતીલાલ ઠકરાર (ઉ.90) તે વિજયભાઈ, સુધીરભાઈના પિતાશ્રીનું તા.17ના અવસાન થયુ
છે. બેસણુ તા.18ના બપોરે 4 થી પ લોહાણા મહાજનવાડી, જલારામ મંદિર, જૂનાગઢ રોડ, ધોરાજી
છે.
જામનગર:
સ્વ.જેન્તીભાઈ મગનભાઈ ભીંડી (ઉ.76) તે મંજુલાબેનના પતિ, રાધાબેન મનોજભાઈ નાઢા (નર્સ)
(સમર્પણ હોસ્પિટલ)ના પિતાશ્રી, મનોજભાઈના સસરા, પ્રદીપભાઈ, અનંતભાઈના મોટાભાઈનું તા.16ના
અવસાન થયું છે.
રાજકોટ:
બોઘરાવદર હાલ રાજકોટ સ્વ.લાભશંકરભાઈ મહાદેવભાઈ ચાવડા ગોર (દવે) (ઉં.83) તે સ્વ.દેવશંકરભાઈના
નાનાભાઈ, હરિભાઈ અને સ્વ.ગોરધનભાઈના મોટાભાઈ, હર્ષદભાઈ, ચેતનભાઈ, માલતીબહેન પ્રદીપકુમાર
મહેતા, જયશ્રીબહેન નરેશભાઈ શિલુના પિતાશ્રી, બટુકભાઈના કાકા, અરુણભાઈ, ગૌતમભાઈના મોટા
બાપુ, ચિંતક, હિમાંશુ, નકુલના દાદાનું તા.17ના અવસાન થયુ છે. બેસણુ તા.18ના સાંજે
4 થી 6 સાધના સોસાયટી કોમ્યુનિટી હોલ, સાધના સોસાયટી, આનંદનગર કોલોની, આનંદ નગર રાજકોટ
છે.