• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: બાબુભાઈ વિરાભાઈ આહીરનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાવેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 757મું ચક્ષુદાન થયેલ છે.

રાજકોટ: ઉપલેટા નિવાસી ચોટાઇ પ્રભાબેન મગનલાલ તે સ્વ. વિરચંદભાઇ જોબનપુત્રાના પુત્રી, સ્વ. મગનલાલ દામોદર ચોટાઇના  પત્ની, શરદભાઇ, દિનેશભાઇ ચોટાઇ, ભારતીબહેન અરવિંદકુમાર ચંદારાણા, ભાવનાબહેન દિપકકુમાર જીવરાજાની, નીતાબહેન પંકજકુમાર રાયચુરાના માતુશ્રી તથા  વીણાબેન શરદભાઇ ચોટાઇ, નેહાબેન દિનેશભાઇ ચોટાઇ, અરવિંદકુમાર ચંદારાણા, દીપકકુમાર જીવરાજાની અને પંકજકુમાર રાયચુરાના સાસુ, આકાશભાઇ ચોટાઇ, સાગરભાઇ ચોટાઇ, ગોપીબહેન પાર્થકુમાર તથા રાધિકાબહેન ઇશિતા ચોટાઇ, ચાંદની ચોટાઇના દાદીનું તા.11ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની સાદડી સાથે તા.13ના 4-30 થી 6 સોમેશ્વર મહાદેવ મંદિર, રવિ રત્ન પાર્ક મેઇન રોડ, શ્રીરામ કૃપા ડેરી ફાર્મ યુનિ. રોડ સામેનો રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કેશોદ: ભાનુબેન અમૃતલાલ સૂચક તે સ્વ. અમૃતલાલ ભાણજીભાઇ સૂચક (આદ્રી વાળા)ના પત્ની ભાવેશભાઇ (ઇન્ડિયન રયોન), મેહુલભાઇ સૂચક (મધુરમ ટ્રેડિંગ)ના માતુશ્રી, સ્વ. દામોદરદાસ મોહનલાલ રૂઘાણી, વિહાર ફરસાણ (મેસવાણ)ના મોટા બહેનનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું, પિયરપક્ષની સાદડી સાથે તા.13ના 4 થી 5 વાગે લોહાણા મહાજન વાડી, કેશોદ છે. ભાવેશ: મો. 99795 21709/ મેહુલ: મો. 99245 37572.

જામનગર: પ્રવિણાબેન છત્રાલીયા (ઉ.75) હાલ જામનગર તે સ્વ. પ્રમોદરાય જીવરાજભાઇ છત્રાલીયાના પત્ની, ધીરેનભાઇ, નીતાબેન ધીરેન્દ્રભાઇ વાલંભીયા, ભાવનાબેન હરેશભાઇ અખીયાણીયાના માતુશ્રી, યોગેશભાઇ તથા મીનાબેન મનસુખલાલ ધ્રાંગધરીયાના કાકી, ડો. પ્રશિલભાઇ, રૂદ્રેશભાઇના દાદીનું તા.12ના  અવસાન થયું છે. બેસણું તા.13નાં સાંજે 5-30 થી 6 વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર, જામનગર પિયર પક્ષનું બેસણું સાથે છે.

રાજકોટ: સુશીલાબેન રાયચુરા તે સ્વ. કૃષ્ણકુમાર જમનાદાસ રાયચુરા (કુમારભાઇ)ના પત્ની,  જીજ્ઞાબેન ભૂષણકુમાર કોટક, જલ્પાબેન પાર્થકુમાર જોષીના માતુશ્રી, અમૃતલાલ કરસનજી પાવાગઢીના દીકરી, નવીનભાઇ, દિલીપભાઇ, પ્રવીણભાઇના ભાભીનું અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 5 પિયર પક્ષની સાદડી સાથે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, (િનલકંઠ હોલ) રાજકોટ છે.

મોરબી: ઝીકીયારી નિવાસી સ્વ.ભરતભાઈ અમૃતલાલ ભટ્ટ (ઉ.70) તે હર્ષદભાઈ, મહેશભાઈ, સંજયભાઈના પિતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના બપોરે 3 થી સાંજે 5, ઝીકીયારી, તા.જી.મોરબી છે.

જૂનાગઢ: વડનગરા નાગર વિમલભાઈ રતિલાલ વોરા (ઉ.78)નું તા.10ના જામનગર ખાતે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ને સોમવારે સાંજે 5-30 થી 6-30, અનંત ધર્માલય, જૂનાગઢ છે.

મોરબી: સ્વ.જયંતિલાલ જેઠાલાલ સોમૈયાના પુત્ર પ્રફુલચંદ્ર (ઉ.79)(રઘુવીર સ્ટોર) તે સ્વ.મનોજભાઈના મોટાભાઈ, રૂપેશભાઈ, મેહુલભાઈ, પુર્વીબેન રાજેશકુમાર ઠક્કર (જામનગર)ના પિતાશ્રી, તે સ્વ.ચુનીલાલ પ્રેમજીભાઈ ચોટાઈ (જામનગર)ના જમાઈ, યશ, ખુશી તથા ધ્યેયના દાદાનું તા.11ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ના સાંજે 5 વાગ્યે, જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે પિયર પક્ષની સાદડી સાથે છે.

ઉપલેટા: ટોડા હાલ ઉપલેટા મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ જાડેજા (િનવૃત્ત એસ.ટી) તે ડી.કે.જાડેજા (િનવૃત્ત એસટી ગોંડલ)ના મોટાભાઈ, કૃણાલસિંહના પિતાશ્રી, ધર્મપાલસિંહના મોટાબાપુનું તા.8ના અવસાન થયું છે. બેસણું તા.13ના સાંજે 4 થી 6, ધ્રુવ વાડી, ખીજડા શેરી, નટવર રોડ, ઉપલેટા છે.

ધોરાજી: જુનાગઢ નિવાસી સોરઠીય શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મુળ મેંદરડા નિવાસી સ્વ.હરસુતાબેન હેમંતલાલ પુરોહીત (ઉ.78)(હાલ જૂનાગઢ) તે પોપટલાલ હિરજીભાઈ ભટ્ટ (ધોરાજી)ના પુત્રી, કૃષ્ણલાલ પી.ભટ્ટના બહેન, હિતેન્દ્રભાઈ ભટ્ટના ફઈબાનું તા.9ના અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી, બેસણું તા.13ના રાત્રે 9 થી 10, કે.પી.ભટ્ટ નિવાસ સ્થાને સ્ટેશન પ્લોટ, કે.ઓ.શાહ કોલેજ સામે,

ધોરાજી છે.

બગસરા: શરીફાબેન હાતિમભાઈ લોકાટ (સાવરકુંડલા) તે હાજી બદરૂદીનભાઈ મુ.ફખરૂદીનભાઈના પત્ની, ફાતેમાબેન તાહેરીભાઈ કપાસી (જામનગર)(ગાંધીનગર)ના માતુશ્રી, જાકીરભાઈ (સાવરકુંડલા), શબ્બીરભાઈ રાજકોટના બહેન, મુ.શબ્બીરભાઈ (બગસરા), મુસ્તફાભાઈ (બાંગ્લાદેશ), જકયુદીનભાઈના ભાભી તા.12ના બગસરા મુકામે વફાત થયા છે. ઝિયારતના સીપારા તા.14ને મંગળવારે સવારે 11 કલાકે વજીહી મસ્જીદ બગસરા છે.

સાવરકુંડલા: મુક્તાબેન ઠાકરશીભાઈ ટાંક (ઉ.90) તે જયસુખભાઈ, રાજુભાઈના માતાનું તા.10ના અવસાન થયું છે. બેસણું તા.13ના બપોરે 4 થી 6, કાનજીબાપુ, ઉપવન વાડી, મારૂતિનગર, સાવરકુંડલા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક