• શુક્રવાર, 17 ઑક્ટોબર, 2025

avshan nodh

ચક્ષુદાન

રાજકોટ: પ્રમોદભાઈ ભાઈશંકરભાઈ પંડયાનું અવસાન થતાં તેમના પરિવારની ઈચ્છા અનુસાર ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 758 ચક્ષુદાન થયેલું છે.

પોરબંદર:  મીરાબેન દત્તાણી (ઉ.51) તે સંદિપભાઇ પ્રિયવદન દત્તાણી (પાર્થ ટ્રેડર્સ)ના પત્ની તથા જીતેન્દ્રભાઇના ભાભીનું તા.12ના અવસાન થયું છે.

ભુજ: માંડવીવાળા સ્વ. કસ્તુરબેન (ગોદાવરીબેન) ભવાનજી લક્ષ્મીદાસ સોતાના પુત્ર જગદીશભાઇ (ઉ.71)  સોમવાર-13મીએ રામશરણ પામ્યા છે. તે ઉષાબેનના પતિ, સ્વ. રૂક્ષ્મણીબેન રામજી લાલજી કારીયાના જમાઇ, કપિલ, મેઘના (મોના)ના પિતા, રામજીભાઇ, ગં.સ્વ. પુષ્પાબેન દામજીભાઇ સોમૈયા, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. કિશોરભાઇ, જ્યોતિબેન બિપીનભાઇ પલણના ભાઇ, બન્ને પક્ષની પ્રાર્થના સભા મંગળવાર, 14મીએ સાંજે 5 થી 7 ઠે. જીવરાજ ભાણજી હોલ, અશોકનગર, મેહુલ ટોકીઝની પાછળ, મુલુંડ (પ.) લૌક્કિ વ્યવહાર બંધ છે.

ભોજાવદર: રસિકભાઇ ગાંધી (ઉ.70) તે ગાંધી રવજીભાઇ નાગજીભાઇ ચભાડીયા વાળાના પુત્ર, તે મંજુલાબેનના પતિ, સ્વાતિબેનના સસરા, કાંતિલાલ રવજીભાઇ, જગજીવનભાઇ રવજીભાઇના ભાઇ, ભાનુમતીબેન, વિમળાબેનના દિયર, ઉમેશ, નીતા, પરેશકુમાર, રેખા, જીગ્નેશકુમાર, શીતલ મૌલિક કુમારના પિતા,  કિયાન, રાજવી, જીયા, જીનલ, વૃષ્ટિ, હેત, ધ્યાંની, દિવ્યા, વૃત્તિ,  શ્રેયા, ભવ્ય, ધ્યાનાના દાદાનું તા.13ના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે.

ચલાલા: ચલાલા પાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારી કાળુભાઇ નાથાભાઇ ખુટના માતા, અંબાબેન નાથાભાઇ ખુટ (ઉ.90) નું ટુંકી બીમારી બાદ અવસાન તા.12ના થયું છે. સદગતની સ્મશાન યાત્રા નિવાસસ્થાનથી ઢોલ, નગારા, કિર્તન, ધોળ, વગાડતા નીકળી હતી. રાજકીય, સામાજીક, આગેવાનો તેમજ નગરપાલિકાના પ્રમુખ અને તમામ સદસ્યો સહિત પરિવારજનો, જ્ઞાતિજનો જોડાયા હતા.

મોરબી: રમાબેન (ઉ.89) તે ઔદિચ્ય સહત્ર ઝાલાવાડી બ્રાહ્મણ વસંતલાલ હરિશંકરભાઇ પંડયા (એડવોકેટ)ના પત્ની, ચંદ્રકાંતભાઇ (એડવોકેટ) તથા ડો. અરવિંદભાઇના ભાભી, પરેશભાઇ, નિલેશભાઇ (એડવોકેટ) તથા નીતાબેન જયંતકુમાર રાવલના માતા, મંથન, નિસર્ગ અને જશના દાદીનું તા.12ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.14ને મંગળવારે બપોરે 4 થી 6 મહાવીર સોસાયટી, કોમ્યુનિટી હોલ, મહાવીર સોસાયટી, સ્વચ્છતા રોડ, મોરબી ખાતે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક