ચક્ષુદાન
રાજકોટ:
સોની સમાજ રાજકોટના ધર્મપરાયણ પરિવારપ્રેમી વિજયાબેન સુરેશભાઈ ભીંડીનું દુ:ખદ અવસાન
થતા સદગતના પતિ સુરેશભાઈ, પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. શહેરના
સેવાભાવી તબીબ ડો.ધર્મેશ શાહે ચક્ષુનો સ્વીકાર કરેલ હતો. ચક્ષુદાન જનજાગૃતિ અભિયાન
સમિતિના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, સમિતિના સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદીએ ભીંડી
પરિવારનો આભાર માનેલ હતો.
ચક્ષુદાન
રાજકોટ:
બેચરભાઈ વાઘજીભાઈ ભાલારાનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન કરેલ છે. જનકલ્યાણ ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન
ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ 694મું ચક્ષુદાન થયેલ છે.
રાજકોટ:
બાબુલાલ ડાયાલાલ ખંધેડીયા (ઉ.95) તે રમેશભાઈ, રક્ષાબેન, મીનાબેનના પિતાશ્રી, જતીનભાઈ,
યશભાઈના દાદા, જામનગર નિવાસી સ્વ.વિઠ્ઠલદાસ ભવાનભાઈ રાજાણીના જમાઈનું તા.15ના અવસાન
થયું છે. ઉઠમણું, સાદડી તા.16ના સાંજે 5 થી 6, રાજનગર કોમ્યુનીટી હોલ, રાજનગર-1, નાનામૌવા
રોડ, સૂર્યમુખી હનુમાન પાસે છે.
રાજકોટ
: આનંદબા મહોબતસિંહ પરમાર (ઉ.વ.80), તેઓ જયેન્દ્રસિંહ પરમાર (રેલવે એલસીબી પીએસઆઈ)ના
માતૃશ્રીનું તા.14/પને બુધવારના રોજ અવસાન થયું છે. દિવંગતનું બેસણું તા.17/પને શનિવારે
સાંજે 4 થી 6 ઈશ્વરીયા મહાદેવ મંદિર, માધાપર પાસે રાખેલ છે.
સાવરકુંડલા:
અશોકભાઈ છગનભાઈ ચૌહાણ (ઉ.47) તે મંથનના પિતાશ્રીનું તા.12ના અવસાન થયું છે. બેસણું
તા.16ના સાંજે 4 થી 6, ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ વાડી, પારેખવાડી કોર્નર પાસે સાવરકુંડલા
છે.
સાવરકુંડલા:
શાંતાબેન રામજીભાઈ ટાંક (ઉ.91) તે મહેન્દ્રભાઈ રામજીભાઈ ટાંકના માતાનું તા.14ના અવસાન
થયું છે. બેસણું તા.16ના સાંજે 4 થી 6, શ્યામવાડી, શિવાજીનગર, સાવરકુંડલા છે.
રાજકોટ:
સરોજબેન પાનાચંદભાઈ જાંબુડીયા (ઉ.85) તે પાનાચંદભાઈ જાંબુડીયા (જસાપર)ના પત્ની, સ્વ.અમૃતલાલ
ઝવેરચંદ દેસાઈ (કલકત્તાવાળા)ના દીકરી, કેતનભાઈ, મયુરભાઈના માતુશ્રી, ભાવિતાબેનના સાસુ,
વૈભવના દાદીનું તા.14ના અવસાન થયું છે. ઉઠમણું તા.16ના સવારે 10-30 વાગ્યે સરદારનગર
સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે છે.
પોરબંદર:
નરેન્દ્રભાઈ (યોગેશભાઈ) ચંદ્રશંકર મહેતા (ઉ.64) તે દર્શીનીબેનના પતિ, યશભાઈના પિતાશ્રી,
શ્યામભાઈના મોટાભાઈ, કોડીનારના સ્વ.વજેશંકર હિરજીભાઈ જોષીના જમાઈનું તા.14ના અવસાન
થયું છે. પ્રાર્થનાસભા તા.15ના સાંજે 5 થી 6, ખીજડી પ્લોટના શ્રી સ્વામિનારાયણ મંદિરે
છે.
જૂનાગઢ:
માઈપંથી નાથ સંપ્રદાય સવરા મંડપના મહંત જગન્નાથજી અમરનાથજી યાદવ તે ધારાશાત્રી દીપેન્દ્રભાઈ
યાદવના ભાઈનું તા.15ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.17ના સાંજે 5 થી 7, ગિરનાર રોડ,
મયારામદાસજી આશ્રમ,
જૂનાગઢ
છે.
બગસરા:
બ્રહ્મક્ષત્રિય નરોતમભાઈ ગાંગજીભાઈ મણીયારના પત્ની સવિતાબેન (ઉ.87) તે બાબરાવાળા તુલસીદાસ
મીઠાભાઈ જોગીના દીકરી, નરેન્દ્રભાઈ, કમલેશભાઈના માતુશ્રી, ભાવિનભાઈના દાદીનું તા.15ના
અવસાન થયું છે.