• શનિવાર, 07 ફેબ્રુઆરી, 2026

અપ્રગટ પુસ્તકનો દુરુપયોગ

સંસદના સત્ર દરમ્યાન યેનકેન પ્રકારે કાર્યવાહી ખોરવતા રહેતા વિપક્ષે આ વખતે માજી લશ્કરી વડાના એક અપ્રકાશિત પુસ્તકનો શત્ર તરીકે ઉપયોગ કર્યો છે. વિરોધ પક્ષો અને તેના નેતાઅઓએ જે રીતે આ મુદ્દાને સંસદથી શેરીઓ સુધી અને સોશિયલ મીડિયા સુધી ઉછાળ્યો છે તેનાથી પુસ્તકોની પરિભાષા અને લોકશાહીમાં તેના ઉપયોગ અંગે ચિંતાજનક  ચિત્ર સામે આવી રહ્યંy છે.  કોઈ બૌદ્ધિક ઉપયોગ માટે લખાતાં પુસ્તકોનો જે રીતે રાજકીય લાભ માટે દુરુપયોગ થઈ રહ્યો છે તે હકીકત લોકશાહી માટે પડકારૂપ બની રહી છે. 

આમ તો પુસ્તકોના દુરુપયોગનું ચલણ નવું નથી, પણ જે રીતે સંસદની કાર્યવાહીને ખોરવવામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે તે અનુચિત ગણી શકાય તેમ છે. માજી લશ્કરી વડા જનરલ એમએમ નરવણેના અપ્રગટ પુસ્તક ફોર સ્ટારની કહેવાતી વિગતોને જે રીતે ટાંકીને વિપક્ષ દ્વારા સંસદમાં ધમાલ થઈ રહી છે, તે આ નવાં ચલણનું પ્રતિબિંબ છે. આવાં પુસ્તકો સ્વાભાવિક રીતે સત્તાધારી પક્ષ અને સરકારને અસહજ કરી મૂકે તેવાં હોય છે.  તેમાં જનરલ નરવણેનાં પુસ્તકમાં સરકારની નીતિઓ અને નિર્ણયોની કોઈપણ ચર્ચા વિવાદ સર્જી શકે છે. લશ્કરી પરંપરા મુજબ આ પુસ્તકને પ્રકાશિત કરવાની મંજૂરી હજી અપાઈ નથી,  પણ તેના અંશોને જે રીતે ટાંકીને સંસદમાં ધમાલ થઈ રહી છે તે સંપૂર્ણપણે અયોગ્ય છે. 

આ પુસ્તકના મનાતા અમુક અંશોને ટાંકીને અથવા તેની અધૂરી જાણકારીને જાહેર કરીને સરકારની સામે  નિશાન સધાઈ રહ્યંy છે.  સરકાર તરફે પણ આ વિગતોને નકારવા હકીકતો સાથે જવાબ આપવાને બદલે તેને દબાવવાના પ્રયાસ થઈ રહ્યા છે તે ગળે ઊતરે તેમ નથી.  લોકશાહીની પરંપરા મુજબ આવા વિવાદમાં સંવાદ એ શ્રેષ્ઠ ઉપાય હોય છે, પણ બન્ને પક્ષો આ ઉપાયને ધ્યાને લીધા વગર ધમાલમાં સંસદની કાર્યવાહીને ધમાલમાં ધોઈ નાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે. 

વિપક્ષી નેતાઓએ ખરેખર તો આવા અપ્રકાશિત પુસ્તકની હકીકતોને ટાંકીને સરકારને નિશાન બનાવવાથી અળગા રહેવું જોઈએ.  વળી લશ્કરની મંજૂરી બાકી છે ત્યારે પુસ્તકના અમુક અંશો કઈ રીતે જાહેર થાયા તેની પણ તપાસ થવી જોઈએ. ફોર સ્ટારને લીધે થયેલી ધમાલથી લોકો આ પુસ્તક વાંચવા માટે ઉત્સુક બનશે, પણ આવા કોઈ પણ લેખનકાર્ય માટે સાચા વાચકો તેની બૌદ્ધિક અને હકીકતના આધારે પસંદગી કરે તે જરૂરી હોય છે.  શક્ય છે કે આ પુસ્તકના સંપૂર્ણ સ્વરૂપમાં સરકારની તરફદારી પણ હોઈ શકે છે. વિપક્ષ કદાચ આ સમજતો હોવાને લીધે અધૂરી હકીકતોનો શત્ર તરીકે ઉપયોગ કરે છે. ખેરખર તો આ પુસ્તક સત્તાવાર રીતે પ્રકાશિત થાય પછી જ સાચું ચિત્ર સામે આવી શકે છે, ત્યાં સુધી તો બાકી રાજકારણ કામ કરી રહ્યંy છે. 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક