રાજકોટમાં
મનપા દ્વારા દિવાળી કાર્નિવલ યોજાઈ રહ્યો છે. શુક્રવારે સમગ્ર રેસકોર્સ રીંગ રોડને
અદ્ભુત રોશનીની શણગારથી સજવવામાં આવ્યો હતો તેમજ ફૂડ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો
હતો. આ સાથે જ માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયોજિત આતશબાજીમાં પણ અવનવા ફટાકડાની
આકાશી રંગોળી નિહાળવા લોકોના ટોળેટોળે ઉમટી પડયાં હતાં ત્યારે કાર્નિવલના બીજા દિવસે
એટલે કે શનિવારે સમીસાંજે રંગોળી સ્પર્ધાનો પ્રારંભ થયો છે જેમાં 200થી વધુ કલાકારો
જોડાયાં છે. આ વખતના કાર્નિવલનું અન્ય એક મહત્ત્વપૂર્ણ આકર્ષણ 6 ફ્લોટ્સ સાથેનો ટેબ્લો
કાર્નિવલ પણ છે. આ ટેબ્લોમાં વિવિધ રાજ્યનોની સંસ્કૃતિ, પરંપરાગત પહેરવેશ, લોકનૃત્ય
તેમજ શાહી વારસાની ઝલક જોવા મળી હતી. ‘ટેબ્લો’માં કેટલાક કલાકારો ‘િસ્ટલ્ટ વોકિંગ’
(લાકડાના ઉંચા પગે ચાલવું) કરતા તેમજ કેટલાક કલાકારેએ હવામાં આગના ફૂવારા છોડીને અદભૂત
કરતબો રજૂ કર્યા હતાં.જેને નિહાળવા લોકો ઉમટી પડયાં હતાં. રવિવારે પણ આ નજારો શહેરીજનો
માણી શકશે. (નિશુ કાચા)