• શનિવાર, 07 નવેમ્બર, 2026

અમૃતસર જતી ટ્રેનમાં આગ : મુસાફરોમાં હડકંપ

અમૃતસર, તા. 6 : પંજાબના અમૃતસર પાસે શુક્રવારે સવારે એક દુર્ઘટના બની હતી. અમૃતસર પાસે ટ્રેનમાં અચાનક આગ લાગી હતી. આ ટ્રેન રાજપુરાથી 15 કિમી દુર બસંતપુરા સ્ટેશન પાસે પહોંચી ત્યારે અચાનક આગ ફાટી નિકળી હતી. જો કે ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ સામે આવ્યા નહોતા. આગના કારણે મુસાફરોમાં  અફરાતફરી મચી હતી અને જીવ બચાવવા માટે બહાર કૂદ્યા હતા. સૂત્રો અનુસાર ટ્રેનમાં આગની સૂચના બાદ તેને બસંતપુરા રેલવે સ્ટેશને રોકી દેવામાં આવી હતી. વધુમાં આસપાસના લોકો પણ ટ્રેનની નજીક એકત્રિત થયા હતા.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક