ન્યોમા
એરબેઝે પહેલી વખત ભારે-ભરખમ વિમાનનું સટિક અને સફળ લેન્ડિંગ
નવી
દિલ્હી, તા. 7 : ભારતીય વાયુસેનાએ વધુ એક કમાલ કરીને બતાવી છે. પૂર્વ લદ્દાખમાં રણનીતિક
રૂપથી ખુબ જ મહત્ત્વપૂર્ણ ન્યોમા એરબેઝ ઉપર રશિયન મૂળના વિશાળ વિમાન ઇલ્યૂશિનનું સફળ
લેન્ડિંગ કરાવીને નવો વિશ્વ વિક્રમ કાયમ કર્યો છે. ભારતીય વાયુસેના અનુસાર આ દુનિયામાં
કોઈપણ સ્થળે ભારે વિમાન દ્વારા અત્યારસુધીનું સૌથી વધુ ઊંચાઈએ કરવામાં આવેલું લેન્ડિંગ
છે. ન્યોમા એડવાન્સ્ડ લેન્ડિંગ ગ્રાઉન્ડ સમુદ્ર તળથી લગભગ 13,000 ફૂટની ઊંચાઈએ સ્થિત
છે.
આ એરબેઝ
એલએસીથી માત્ર 25 કિમીની દૂરીએ છે. સામરિક દૃષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ અને મહત્ત્વપૂર્ણ
ક્ષેત્ર ગણવામાં આવે છે. ભારતીય વાયુસેનાએ જાણકારી આપતા કહ્યું હતું કે, ભારતીય વાયુસેનાના
આઇએલ-76એમડીએ ન્યોમામાં સફળ લેન્ડિંગ સાથે ઈતિહાસ રચ્યો છે. દુનિયામાં કોઈપણ સ્થળે
આ વિમાન દ્વારા કરવામાં આવેલું સૌથી વધુ ઊંચાઈનું લેન્ડિંગ છે. હકીકતમાં ન્યોમા એરબેઝ ઉપર
આઈએલ-76 જેવા ભારે વિમાનના લેન્ડિંગથી
સરહદી વિસ્તારમાં ભારે સૈન્ય સરંજામ, ટેન્ક અને વધુ સૈનિકોને ઓછા સમયમાં પહોંચાડવા
સંભવ બનશે. 13,000 ફૂટની ઊંચાઈએ હવાનું દબાણ ખૂબ જ ઓછું હોય છે. જેનાથી આટલા મોટા વિમાનને
સંભાળવું મુશ્કેલ છે. જો કે વાયુસેનાએ અસાધારણ ક્ષમતા, સટિકતા મારફતે સફળતા મેળવી છે.