• રવિવાર, 08 નવેમ્બર, 2026

ઇઝરાયલના પીએમ કોણ ? આજે એલાન

આઇઝનકોટને 67 સાંસદનો ટેકો, નેતન્યાહુનું પદ જાળવવું મુશ્કેલ

તેલ અવીવ, તા. 7 : ઇઝરાયલના નવા વડાપ્રધાન કોણ થશે તેનું એલાન આવતીકાલે રવિવારે રાષ્ટ્રપતિ ઇશાક હર્ઝોગ કરશે.

સરકાર રચવા માટે 61 સાંસદોનું સમર્થન જરૂરી છે. આઇઝનકોટના જોડાણને છ પક્ષના 67 સાંસદોએ સમર્થન આપ્યું છે. વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ પાસે 46 સાંસદોનું સમર્થન છે. એ જોતાં મનાઇ રહ્યું છે કે રાષ્ટ્રપતિ તેમને સરકાર રચવાનો પહેલો મોકો નહીં આપે.

ઇઝરાયલમાં હજુ સુધી કોઇ પણ એક પક્ષને પૂર્ણ બહુમત નથી મળતો. એ જ કારણ છે કે, હંમેશાં જોડાણની સરકારો બનતી રહી છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે, આઇઝનકોટ જોડાણને સમર્થન આપતા છમાંથી ત્રણ યહુદી પક્ષો અરબ પક્ષો સાથે સરકાર બનાવવા માટે તૈયાર નથી.

આઇઝનકોટે પણ ચૂંટણીથી પહેલાં જ અરબ પક્ષોને સરકારમાં સામેલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. બીજીતરફ અરબ પક્ષોનું કહેવું છે કે, નેતન્યાહુને સત્તા પરથી હટાવવા માટે આઇઝનકોટનું સમર્થન કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક