ઈડીની
તપાસ શરૂ : જર્મનીથી અલગ અલગ દેશ મારફતે ફંડ બ્રિટન પહોંચ્યું અને બાદમાં ભારતમાં સંસ્થાઓને
મળ્યું
નવી
દિલ્હી, તા. 7 : દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે હવે ભારતના આંતરીક મુદ્દામાં
દખલની મોટી સાજિશના અહેવાલથી હડકંપ મચ્યો છે. આ મામલે ઈડીએ સકંજો કસ્યો છે. રિપોર્ટ પ્રમાણે દેશના અંતરીક મામલામાં હસ્તક્ષેપ
મુદ્દે ઈડીએ અમુક કંપનીઓને આડેહાથ લીધી છે. પૂરો મામલો ભારતથી જોડાયેલી બ્રિટન બેઝ્ડ
ફર્મને એક મિલિયન ડોલરના ફંડ ટ્રાન્સફર સંબંધિત છે.
રિપોર્ટ
અનુસાર ઈડીએ કથિત સાજિશમાં જે કંપનીઓની ઓળખ કરી છે તેમાંથી એક ફર્મ સેન્ટ કિટ્સ એન્ડ
નેવિસ નામથી દેશમાં રજિસ્ટર ટીસીસી ડિજિટલ માર્કેટ્સ લિમિટેડ છે. કિટ્સ એન્ડ નેવિસ
કેરેબિયનમાં
આવેલો
એક નાનકડો દેશ છે અને ટેક્સ હેવન દેશોની યાદીમાં સામેલ છે. જ્યાં ટેક્સ ઉપર લગભગ પૂરી
છૂટ હોય છે. આરોપ છે કે આ કંપની મારફતે મોટું ફંડ જર્મની, દુબઈ, લિથુઆનિયા, કેનેડા,
સેન્ટ કિટ્સ અને યુકે સહિત અલગ અલગ દેશ મારફતે ભારતમાં ઘણી સંસ્થાઓ અને લોકો સુધી પહોંચ્યું
છે. તપાસમાં સામેલ એક વરિષ્ઠ અધિકારી અનુસાર જર્મનીના ડો. મથિયાસ કાર્લ વોગ્ટ ટ્રસ્ટની
ઓળખ એક મિલિયન ડોલરના મુખ્ય સ્રોત તરીકે થઈ છે. આ રકમ ભારતમાં મોકલતા પહેલા યુકે સ્થિત
એક સંસ્થામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી જ્યારે જર્મન ટ્રસ્ટે જર્મન કાયદાથી બચવા માટે
સૌથી પહેલા ફંડને લિથેઆનિયાની સંસ્થામાં મોકલ્યું હતું.
શરૂઆતી
તપાસમાં એજન્સીને ડો. મથિયાસ વોગ્ટનો એક લેટર પણ મળ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે
કે ચુકવણી ડિજીટલ કરન્સીમાં કરવામાં આવી છે. આરંકા છે કે ડિજીટલ સંપત્તિ હવાલા મારફતે
દુબઈ અને લિથુઆનિયાની સંસ્થામાં પહોંચી હતી અને પછી બ્રિટન મોકલવામાં આવી હતી.