-આંધ્રપ્રદેશનો હેમંત એઆઈ કોમ્પ્યુટર સાયન્સના પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો, બ્રેઈન ટ્યુમરની બીમારીથી કંટાળી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ
રાજકોટ,તા.25ઃ
રાજકોટના મોરબી
રોડ પર
આવેલી મારવાડી
યુનિવર્સિટીમાં શુક્રવારે
વિદ્યાર્થીના આપઘાતની
વધુ એક
દુઃખદ ઘટના
સામે આવી
છે. માત્ર
છ દિવસના
ટૂંકા ગાળામાં
યુનિવર્સિટી પરિસરમાં
વિદ્યાર્થી દ્વારા
આપઘાતનો બીજો
બનાવ બનતા
શૈક્ષણિક જગતમાં
ભારે ચકચાર
મચી ગઈ
છે. અગાઉ
19 તારીખે હોસ્ટેલના
10મા માળેથી
કૂદીને આંધ્રપ્રદેશની
19 વર્ષની વિદ્યાર્થિનીએ
જીવન ટૂંકાવ્યું
હતું, જેના
પગલે સમગ્ર
કેમ્પસમાં શોકનું
વાતાવરણ છવાઈ
ગયું હતું.
પ્રાપ્ત વિગતો
અનુસાર, શુક્રવારે
સવારે આંધ્રપ્રદેશના
20 વર્ષીય વિદ્યાર્થી
દંધમ હેમંથ
ગમનથાએ મારવાડી
યુનિવર્સિટીના મુખ્ય
બિલ્ડીંગના છઠ્ઠા
માળેથી છલાંગ
લગાવીને આત્મહત્યા
કરી લીધી
હતી. આ
દુર્ઘટનાની જાણ
થતાં જ
કુવાડવા રોડ
પોલીસ સ્ટેશનની
ટીમ તાત્કાલિક
ઘટનાસ્થળે દોડી
ગઈ હતી
અને મૃતદેહને
કબજે કરી
આગળની કાયદેસરની
કાર્યવાહી હાથ
ધરી હતી.
પ્રાથમિક તપાસમાં
વિદ્યાર્થીએ બીમારીથી
કંટાળીને આ
આત્યંતિક પગલું
ભર્યું હોવાનું
સામે આવ્યું
છે.
આ ઘટના
બાદ ભૂતકાળમાં
બનેલી છાત્રાના
આપઘાત સાથે
આ બનાવનું
કોઈ જોડાણ
હોવાની અફવાઓ
વહેતી થઈ
હતી, જેને
કુવાડવા પોલીસ
મથકના સ્ટાફે
સદંતર પાયાવિહોણી
સાબિત કરી
છે. પોલીસ
તપાસમાં સ્પષ્ટ
થયું છે
કે અગાઉની
ઘટના અને
આજના બનાવને
કોઈ જ
કનેક્શન નથી.
હાલ પોલીસે
સમગ્ર મામલે
વધુ તપાસ
શરૂ કરી
છે.
કોલેજે પહોંચ્યાના
અડધી કલાકમાં
જ ઝંપલાવ્યું
શુક્રવારે સવારે
હોસ્ટેલ ખાતે
રૂમમેટને તબિયત
સારી ન
હોવાનું કહીને
અન્ય વિદ્યાર્થીઓ
સાથે દંધમ
હેમંથ ગમનથા
પણ કોલેજે
પહોંચ્યો હતો
અને 30 મિનિટનો
લેક્ચર પણ
ભર્યો હતો.
ત્યારબાદ ચાલુ
કલાસે પ્રોફેસર
પાસે બાથરૂમ
જવાની રજા
લઈને તે
બીજા માળના
ક્લાસરૂમમાંથી સીધો
છઠ્ઠા માળે
ગયો હતો
અને ત્યાં
હાજર બે
વિદ્યાર્થીઓ સામે
જોઈને લોબીની
પાળ પરથી
નીચે છલાંગ
લગાવીને જીવન
ટૂંકાવ્યું હતું.