• શનિવાર, 26 સપ્ટેમ્બર, 2026

ભારત-Aનો ઓસ્ટ્રેલિયા-A સામે 162 રને વિજય

નવી દિલ્હી, તા.25 : પુડુચેરી ખાતે રમાયેલા પ્રથમ અનઓફિશિયલ ટેસ્ટ મુકાબલામાં ભારત-એ ટીમે ઓલરાઉન્ડ પ્રદર્શનના જોરે ઓસ્ટ્રેલિયા-એ સામે 162 રને વિજય મેળવી બે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જીત માટે મળેલા 363 રનના લક્ષ્યાંક સામે ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 200 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઇનિંગ્સમાં ભારતે કુમાર કુશાગ્રની 113 રનની સદીની મદદથી 334 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયા-એ માત્ર 171 રનમાં સમેટાઈ જતાં ભારતને 163 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતે 199 રન નોંધાવ્યા હતા, જેમાં કુશાગ્ર ફરી 46 રને અણનમ રહ્યો હતો. શાનદાર બાટિંગ બદલ તેને ’પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. લક્ષ્યનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયા-એ તરફથી ફર્ગસ ઓનીલે 47 અને કેપ્ટન નાથન મેક્સવીનીએ 35 રનની લડત આપી હતી. જોકે, ભારતીય બાલિંગ આક્રમણ સામે ટીમ લાંબો સમય ટકી શકી નહોતી. ભારત-એ તરફથી તુષાર દેશપાંડે અને શમ્સ મુલાનીએ 3-3 વિકેટ ઝડપી હતી, જ્યારે અંશુલ કંબોજ અને તનુષ કોટિયનને 2-2 સફળતા મળી હતી. સ્પિનર મુલાનીએ મેચમાં કુલ 7 વિકેટ પોતાના નામે કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક