-અમેરિકા સમક્ષ આર્થિક નાકાબંધી દૂર કરવા માગ ઃ બદલામાં હોર્મુઝમાં અવરજવર શરૂ કરાવવા તૈયારી
નવી દિલ્હી,
તા. 25 ઃ
અંદાજીત
સાત મહિનાથી
ચાલી રહેલા
અમેરિકા - ઈરાન
યુદ્ધ અને
તણાવ વચ્ચે
હોર્મુઝ સ્ટ્રેટ
સૌથી મોટો
સોદેબાજીનો મુદ્દો
બન્યો છે.
ઈરાન હોર્મુઝ
સ્ટ્રેટને ખોલવાને
બદલે અમેરિકા
પાસે નાકાબંધી
હટાવવાની માગણી
કરી રહ્યું
છે. જ્યારે
અમેરિકા ઈચ્છે
છે કે
આ મહત્વના
સમુદ્રી રસ્તાથી
જહાજોની અવરજવર
ફરીથી શરૂ
થાય. ઈરાન
હોર્મુઝમાંથી પસાર
થતા જહાજો
પાસેથી ફી
વસુલવાનો પ્લાન
પહેલા જ
બનાવી ચૂકયું
છે. હવે
ઈરાનનું કહેવું
છે કે
તે ફી
મામલે સમજૂતિ
કરી શકે
છે પણ
હોર્મુઝ ઉપર
પોતાનું નિયંત્રણ જાળવી રાખવા
માગે છે.
ઈરાની, ક્ષેત્રીય
અને પશ્ચિમી
અધિકારીઓએ કહ્યું
હતું કે,
વાતચીત મારફતે
ચરણબદ્ધ સમજૂતિનો
રસ્તો શોધવામાં
આવી રહ્યો
છે. એક
વરિષ્ઠ ઈરાની
અધિકાર અનુસાર
સંકટને તબક્કાવાર
ખતમ કરી
શકાય છે.
પહેલા અમેરિકા
નાકાબંધી ખતમ
કરે અને
પછી હોર્મુઝ
ફરીથી ખોલવામાં
આવશે. ઈરાનને
ફ્રીઝ ફંડ
સુધી પહોંચની
સંભાવના પણ
સમજૂતિમાં સામેલ
હોઇ શકે
છે. જો
કે સૌથી
મોટી મુશ્કેલી
એવી છે
કે બન્ને
પક્ષ પોતાની
તાકાત છોડવા
માગતા નથી.
અમેરિકા દ્વારા
ઈરાનની અર્થવ્યવસ્થા
ઉપર દબાણ
બનાવવામાં આવ્યું
છે. જ્યારે
ઈરાન હોર્મુઝ
મારફતે દબાણ
ઉભું કરી
રહ્યું છે.
ઈરાન પહેલા
પણ કહી
ચૂક્યું છે
કે જો
અમેરિકા સૈન્ય
દબાણ ઓછું
કરશે અને
નાકાબંધી દુર
કરશે તો
એક અઠવાડીયાની
અંદર હોર્મુઝ
સ્ટ્રેટ ખોલવામાં
આવી શકે
છે. આ
પ્રસ્તાવ મધ્યસ્થ
મારફતે અમેરિકા
સુધી પહોંચાડવામાં
આવ્યો છે.