• શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2026

સુભાષ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં બખેડો કરનાર શખસ સામે ફરિયાદ

જૂનાગઢ, તા.24 : જૂનાગઢની ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જમવાના પ્રશ્ને વિદ્યાર્થીનીઓએ ગત 1લી ઓગસ્ટના રાત્રે ફરિયાદ કરતા આ અંગેની વિદ્યાર્થી પરિષદને જાણ થતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા. અને હોસ્ટેલ સંચાલકો સાથે ગેરવર્તન કરી ગેરકાયદે પ્રવેશ કરી હોસ્ટેલનો બોર્ડ તોડી નુકસાન કર્યાની આર્ય કચોટ સહિતના શખસ સામે પોલીસમાં ફરિયાદ નોંધાય છે. યુનિવર્સિટીની મહિલા હોસ્ટેલમાં જમવાના મુદ્દે વિદ્યાર્થીનીઓએ રેકટરને ફરિયાદ કરતા આ અંગે યુનિવર્સિટીના સત્તાવાળાઓને જાણ કરી હતી. તેવામાં વિદ્યાર્થીનીઓ રૂમની બહાર આવી કમ્પાઉન્ડમાં ઉગ્ર દેખાવો કરતી હતી. આ અંગેની વિદ્યાર્થી પરિષદના આયૅ કચોટ સહિતનાઓને જાણ થતા તેઓ ત્યાં દોડી ગયા હતા. મહિલા હોસ્ટેલમાં પ્રવેશવા માટે આ ટોળાએ ધમાલ મચાવી હતી. અને દરવાજો ન ખુલે તો તોડી નાખવાની ધમકી આપી હતી. બાદમાં દરવાજો ખોલાતા હોસ્ટેલનું બોર્ડ તોડી ધાંધલ ધમાલ મચાવી હતી. આ અંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર જીગ્નેશ પટેલે પોલીસમાં આર્ય કચોટ સહિતના સામે ફરિયાદ નોંધાવી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક