-આઈઈટી દિલ્હીમાં સંબોધન કરતા ઈસરો પ્રમુખે બતાવી ભવિષ્યની યોજનાઓ
નવી દિલ્હી,
તા. 25 ઃ
ભારત હવે
અંતરિક્ષમાં માત્ર
પોતાની જરૂરિયાત
પુરી કરવા
સુધી સીમિત
નથી પણ
દુનિયાની પ્રમુખ
અંતરિક્ષ શક્તિઓ
સાથે ચાલવાની
તૈયારીમાં છે.
2047 સુધીમાં વિકસિત
ભારતના લક્ષ્ય
સાથે દેશ
માનવ અંતરિક્ષ
ઉડાન, ચંદ્ર
ઉપરથી સેમ્પલ
લાવવા અને
ચંદ્ર ઉપર
માણસ ઉતારવા
જેવા મિશન
ઉપર કામ
કરી રહ્યું
છે. આ
તમામ વાત
ઈસરો પ્રમુખ
ડો. વી.
નારાયણને કરી
હતી.
ઈસરો ચીફે
કહ્યું હતું
કે ગગનયાનના
પહેલા માનવરહિત
મિશનની તૈયારી
ચાલી રહી
છે. ભારતીય
અંતરિક્ષ સ્ટેશનનું
પહેલું મોડÎુલ
2028 સુધીમાં મોકલવાની
યોજના છે.
જ્યારે 2035 સુધીમાં
અન્ય મોડÎુલ
તૈયાર કરવાનું
લક્ષ્ય નક્કી
કરાયું છે.
ચંદ્રયાન-4થી
ચંદ્રના નમુના
પૃથ્વી ઉપર
લાવવા, શુક્ર
મિશન અને
2040 સુધીમાં માણસને
ચંદ્ર ઉપર
ઉતારવાની દિશામાં
કામ ચાલી
રહ્યું છે.
આ ઉપરાંત
30 હજાર કિલોગ્રામ
સુધીના ભારને
લો અર્થ
ઓર્બિટમાં પહોંચાડનારા
આગામી પેઢીના
પ્રક્ષેપણ યાન
અને આંશિક
રૂપથી બીજી
વખત ઉપયોગ
થનારા રોકેટને
વિકસિત કરવામાં
આવી રહ્યું
છે.
આઈઆઈટી દિલ્હીમાં
આયોજીત એક
વ્યાખ્યાનમાં ભાગ
લેતા ઈસરો
પ્રમુખ નારાયણને
ભારતની અંતિરક્ષ
યાત્રા અને
ભવિષ્યની યોજનાઓને
સામે રાખી
હતી.