ભારતીય 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડમાં સુરુચિ ઇન્દર સિંહ અને કમલજીતની જોડીએ ગોલ્ડ મેડલ જીત્યો
10,000
મીટર દોડ અને રાઈફલ શાટિંગમાં સિલ્વર, પોલ વોલ્ટ, શોટપુટ અને ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં
બ્રોન્ઝ
નવી
દિલ્હી, તા.25 : જાપાનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સના છઠ્ઠા દિવસે ભારતીય ખેલાડીઓએ શાનદાર
પ્રદર્શન ચાલુ રાખ્યું છે. આજે દેશના ખાતામાં વધુ 6 મેડલ ઉમેર્યા છે. આજે સૌથી મોટી
અને ઐતિહાસિક ક્ષણ પોલ વોલ્ટ ઇવેન્ટમાં જોવા મળી હતી. ભારતે આ સ્પર્ધાના ઇતિહાસમાં
પ્રથમ વખત પદક પોતાના નામે કરીને નવો કીર્તિમાન રચ્યો છે. આ સાથે ભારતના ખાતામાં કુલ
બે ગોલ્ડ સહિત 23 મેડલ થયા છે અને 157 મેડલ સાથે ચીન ટોચના સ્થાને છે.
મહિલાઓની
પોલ વોલ્ટ સ્પર્ધામાં બરાનિકા એલાંગોવને 4.15 મીટરની ઊંચાઈ પાર કરી બ્રોન્ઝ મેડલ જીત્યો
હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ રમતમાં ભારતનો આ સર્વપ્રથમ મેડલ છે. બીજી તરફ, ટ્રેક
એન્ડ ફિલ્ડમાં ગુલવીર સિંહે પુરુષોની 10,000 મીટર દોડમાં 28 મિનિટ 29.38 સેકન્ડના સમય
સાથે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો.
ભારતને
આ ગેમ્સનો શાટિંગ ક્ષેત્રે પ્રથમ અને એકંદર બીજો ગોલ્ડ મેડલ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ
ટીમ સ્પર્ધામાં મળ્યો હતો. સુરુચિ ઇન્દર સિંહ અને કમલજીતની જોડીએ સટીક નિશાનો સાધીને
પોડિયમમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ અગાઉ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દેશને સ્પર્ધાનો
પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો.
આ ઉપરાંત
રાઈફલ શાટિંગમાં ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર, રુદ્રાંક્ષ પાટિલ અને નીરજ કુમારની ત્રિપુટીએ
50 મીટર રાઈફલ 3 પોઝિશન ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેળવ્યો હતો. આ સાથે જ વર્તમાન ગેમ્સમાં
ભારતીય શૂટર્સે કુલ 10 પદક (1 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ) કબજે કરી પોતાનું વર્ચસ્વ
સાબિત કર્યું છે.
મહિલા
શોટપુટ સ્પર્ધામાં અનુભવી મનપ્રીત કૌરે ભારત માટે બ્રોન્ઝ મેડલ સુનિશ્ચિત કર્યો હતો.
જ્યારે ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં માનુષ શાહ અને દિયા ચિતલેની જોડીએ સેમિફાઇનલ સુધીની
રોમાંચક સફર ખેડીને બ્રોન્ઝ પોતાના નામે કર્યો હતો.
કબડ્ડીમાં
ભારતની ગોલ્ડ જીતવાની પ્રબળ સંભાવના
તોકાઈ
સિટીઝન જિમ્નેશિયમ ખાતે રમાયેલી સેમિફાઇનલ મેચોમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમોએ
એકતરફી જીત નોંધાવી સુવર્ણ પદકની મેચ માટે ટિકિટ પાકી કરી લીધી છે. ભારતીય પુરુષ ટીમે
સેમિફાઇનલમાં થાઇલેન્ડને 66-28ના સ્કોરથી પરાસ્ત કર્યું હતું.
સ્ક્વોશમાં
મેડલ સુનિશ્ચિત
સ્ક્વોશની
રમતમાં પણ ભારતે પોતાનો મેડલ પાક્કો કરી લીધો છે. અનુભવી ખેલાડી જોશના ચિનપ્પા અને
વેલાવન સેન્થિલકુમારની જોડીએ સારું પ્રદર્શન કરતા મિક્સ્ડ ડબલ્સ ઇવેન્ટની સેમિફાઇનલમાં
પ્રવેશ કર્યો છે. જેથી સ્ક્વોશનો ઓછામાં ઓછો એક બ્રોન્ઝ મેડલ સત્તાવાર રીતે સુનિશ્ચિત
થઈ ગયો છે.
400
મીટરની દોડમાં
ત્રણ
ભારતીયો ફાઇનલમાં
ટ્રેક
એન્ડ ફિલ્ડમાં ભારતીય એથ્લેટ્સનું સારું પ્રદર્શન યથાવત્ છે. મહિલાઓની 400 મીટર પ્રિન્ટમાં
ભારતની સ્ટાર એથ્લેટ કિરણ પહલ અને પ્રાચી ચૌધરીએ ફાઇનલમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી
છે. પુરુષોની 400 મીટર ઇવેન્ટમાં યુવા દોડવીર વિશાલ ટી.કે. એ 45.27 સેકન્ડના ઉત્કૃષ્ટ
સમય સાથે પોતાની હિટમાં પ્રથમ ક્રમે રહીને ફાઇનલમાં શાનદાર પ્રવેશ કર્યો છે.