-એકને બચાવવાના પ્રયાસમાં દુર્ઘટના; કાકા-ભત્રીજા અને બે સગા ભાણિયાઓના મૃત્યુથી પંથકમાં શોક
બાબરા, તા.25ઃ
બાબરા તાલુકાના
મોટા દેવળિયા
ગામે આજે
બપોરે એક
કરુણ દુર્ઘટનામાં
ચાર યુવકનાં
ડૂબી જવાથી
મૃત્યુ થયાં
હોવાનું જાણવા
મળ્યું છે.
મોટા દેવળિયા
અને ધરાઈ
દેવળિયા વચ્ચે
દશામાના મંદિર
પાછળ આવેલા
ચેકડેમમાં આ
દુર્ઘટના બની
હતી. એકસાથે
ચાર યુવકના
મૃત્યુથી સમગ્ર
પંથકમાં અરેરાટી
અને શોકની
લાગણી પ્રસરી
છે.
મળતી
પ્રાથમિક માહિતી
મુજબ આજે
બપોરે આશરે
બે વાગ્યાના
અરસામાં ગણેશ
વિસર્જનનો કાર્યક્રમ
યોજાવાનો હતો.
તે પહેલાં
એકબીજાના સગા
સંબંધીઓ એવા
ચાર યુવક
ચેકડેમ નજીક
પહોંચ્યા હતા
અને પાણીમાં
નાહવા પડ્યા
હતા. દરમિયાન
એક યુવક
પાણીમાં ડૂબવા
લાગતાં તેને
બચાવવાના પ્રયાસમાં
અન્ય યુવકો
પણ પાણીમાં
ઉતર્યા હતા.
આ દરમિયાન
એક બાદ
એક ચારેય
યુવકો ઊંડા
પાણીમાં ગરકાવ
થઈ ગયા
હોવાનું જાણવા
મળે છે.
ગણેશ વિસર્જન
માટે ત્યાંથી
પસાર થઈ
રહેલા લોકોએ
ચેકડેમના કાંઠે
યુવકોનાં કપડાં
પડેલાં જોયાં
હતાં. શંકા
જતા ગ્રામજનોને
જાણ કરવામાં
આવી હતી.
ત્યારબાદ પોલીસને
પણ ઘટનાની
જાણ કરવામાં
આવી હતી.
સ્થાનિક ગ્રામજનો
અને પોલીસની
મદદથી ચેકડેમમાં
શોધખોળ હાથ
ધરવામાં આવી
હતી. શોધખોળ
દરમિયાન ચારેય
યુવકને પાણીમાંથી
બહાર કાઢવામાં
આવ્યા હતા,
પરંતુ ચારેયનાં
મૃત્યુ થયાં
હોવાનું સામે
આવ્યું હતું.
મૃતકોમાં કનુભાઈ
દેવજીભાઈ શિંગાળા
અને સચિનભાઈ
કાળુભાઈ શિંગાળા,
બંને રહે.
મોટા દેવળિયા,
તેમજ ભલા
પ્રવીણભાઈ જેઠવા
અને કેવિન
પ્રવીણભાઈ જેઠવા,
બંને રહે.
નવાગઢ, જેતપુરનો
સમાવેશ થાય
છે. પ્રાથમિક
વિગતો મુજબ
મોટા દેવળિયાના
કાકા-ભત્રીજા
અને નવાગઢ,
જેતપુરના બે
સગા ભાણિયાઓ
આ દુર્ઘટનાનો
ભોગ બન્યા
છે. આગામી
દિવસોમાં મોટા
દેવળિયા ગામે
માતાજીના પ્રસંગનું
આયોજન હોવાથી
જેતપુરથી આવેલા
બંને યુવક
પણ ગામે
આવ્યા હોવાનું
જાણવા મળે
છે.
એક જ
ઘટનામાં ચાર
યુવકનાં મૃત્યુથી
મૃતકોના પરિવારજનો
પર આભ
તૂટી પડÎું
છે.ઘટનાને
પગલે પોલીસે
જરૂરી કાર્યવાહી
હાથ ધરી
છે. સમગ્ર
બનાવનો ચોક્કસ
ઘટનાક્રમ અને
અન્ય વિગતો
પોલીસ તપાસ
બાદ વધુ
સ્પષ્ટ થશે.