-એનાલોગ પનીર મુદ્દે જિજઅઈંનું આકરું વલણ ઃ કાયદામાં થશે સંશોધન
નવી દિલ્હી,
તા. 25 ઃ
હવે માત્ર
દૂધથી બનેલા
ઉત્પાદન ઉપર
જ પનીર
લખી શકાશે.
નવા નિયમો
બાદ ભવિષ્યમાં
જે ઉત્પાદન
દૂધથી નથી
બનેલું તેને
પનીર લખી
શકાશે નહી.
ખાદ્ય સુરક્ષા
અને માનક
પ્રાધિકરણ (એફએસએસએઆઈ)એ
આ સંદર્ભમાં
વર્તમાન નિયમોમાં
સંશોધન માટે
મુસદ્દો જાહેર
કર્યો છે.
એફએસએસએઆઈએ એનાલોગ
ઉત્પાદનને પનીરના
રૂપમાં પ્રચારિત
કરવાની પ્રવૃત્તિને
ધ્યાને લઈને
પગલું ભર્યું
છે. જેનાથી
ઉપભોક્તાઓમાં ભ્રમ
પણ પેદા
થઈ રહ્યો
હતો. એનાલોગ
એટલે કે
કૃત્રિમ પનીરનું
વેચાણ ગેરમાર્ગે
દોરનારૂં છે.
એફએસએસએઆઈને મળેલા રિપોર્ટ
અનુસાર દૂધથી
બનેલા પનીરના
મુકાબલે એનાલોગ
પનીર ખુબ
જ સસ્તું
હોય છે.
જેના કારણે
હોટલ, રેસ્ટોરાં
વગેરેમાં તેને
પનીર બતાવીને
વેચવામાં આવે
છે. આ
એક પ્રકારની
છેતરપિંડી છે.
સ્વાસ્થય મંત્રાલયે
કહ્યું છે
કે ખાદ્ય
સુરક્ષા અને
માનક સંશોધન
અધિનિયમ હેઠળ
એક નવો
ખંડ જોડવામાં
આવશે. જેમાં
એનાલોગ ઉત્પાદનને
નિયંત્રિત કરવામાં
આવશે.
અંદાજીત આઠ
રાજ્યમાં એનાલોગ
પનીર ઉપર
પહેલા જ
રોક મુકવામાં
આવી છે.
જેમાં છત્તીસગઢ,
મહારાષ્ટ્ર, મધ્ય
પ્રદેશ, ગુજરાત
અને કર્ણાટક
સહિત અન્ય
રાજ્ય સામેલ
છે. કેન્દ્ર
સરકાર હવે
તમામ રાજ્યોના
અનુભવ અને
મંતવ્યના આધારે
સમાન વ્યવસ્થા
લાગુ કરવાનો
વિચાર કરી
રહી છે.
દેશમાં વર્તમાન
સમયે 1,000 એવી
કંપનીઓ અથવા
કારોબારી છે
જેની પાસે
એનાલોગ પનીર
વેચવાનું લાયસન્સ
છે.