ટેલિકોમ વિભાગની માર્ગદશિકા : 50 લાખ સુધી દંડ પણ થશે
નવી
દિલ્હી, તા. 21 : પોતાના દસ્તાવેજ આપીને ખરીદી કરી હોય, તે સીમકાર્ડ બીજા કોઇને આપવાથી
ભારે કિંમત ચૂકવવી પડી શકે છે. ભારત દેશના દૂર સંચાર વિભાગે સોમવારે નવી માર્ગદર્શિકા
જાહેર કરી હતી, જેમાં દંડ, સજા સહિતની જાગેવાઇઓ છે. બોગસ ઓળખના આધારો પર સીમ ખરીદી
કે વેંચાણ કરવા તેમજ મોબાઇલના આઇએમ ઇઆર નંબર સાથે ચેંડા કરવા બદલ ત્રણ વર્ષ સુધીની
જેલ અને 50 લાખ રૂપિયા સુધી દંડ થઇ શકે છે.
કેન્દ્ર
સરકારે સલાહ આપી છે કે, તમામ નાગરિકો સંચાર સારથિ પોર્ટલ અથવા એપ પર તેમની આઇડી પર
જાણકારી વિના કોઇ અજાણ્યો મોબાઇલ નંબર એકિટવ નથીને તે તપાસીલે. દૂર સંચાર વિભાગે સ્પષ્ટ
કરી દીધું હતું કે, પોતાનો સીમ ખરીદી બીજાને વેંચવા ભાડે આપવા કે સાઇબર અપરાધ માટે
ઉપયોગ થવા દેશે, તેવા વ્યક્તિ સામે પણ કાનૂની કાર્યવાહી થશે.
એડવાઇઝરી
અનુસાર, જે મોબાઇલના આઇએમઇઆઇ નંબર સાથે ચેડાં કરાયાં છે, તેનો ઉપયોગ પણ ગેરકાનૂની છે.
છત્તીસગઢમાં
એક મોટી સાઇબર છેતરપિંડી બાદ ટેલિકોમ વિભાગે આ પગલું લીધું છે. રાજ્યમાં એક વ્યક્તિ
પાસેથી 25 સીમકાર્ડ મળ્યા હતા.
મામલો
સામે આવતાં જ એ એજન્ટને બ્લેકલિસ્ટ કરી, તમામ 25 બોગસ મોબાઇલ નંબર તરત બંધ કરી દેવાયા
હતા.