• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

અનામત અધિકાર, દાન નથી મળ્યું ઃ પાસવાન

જંતરમંતર પરઅનામત હટાવો આંદોલન સામે ભાજપના સાથી નેતાઓ નારાજ

નવી દિલ્હી, તા. 23 દિલ્હીના જંતરમંતર પરઅનામત હટાવો આંદોલનના વિરોધ પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને અનામત વ્યવસ્થાનું સમર્થન કર્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અનામત કોઈ દયા કે ભેટ નથી, પરંતુ બંધારણીય અધિકાર છે. જે જ્ઞાતિઓ અને સમુદાયોએ સદીઓથી ભેદભાવનો સામનો કરવો પડ્યો છે તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાના ઉદ્દેશ્યથી બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. કોઈ વ્યક્તિ કે જૂથ માત્ર માગણી કરે તેટલાથી અનામત ખતમ થઈ શકે નહીં.

ચિરાગ પાસવાને બિહારમાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, અનસૂચિત જાતિની ઓળખ અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવના આધારે કરવામાં આવી હતી. જ્યારે અનસૂચિત જનજાતિની પોતાની આગવી સંસ્કૃતિ, ભાષા અને જીવનશૈલી છે.

ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણમાં અનામતની જોગવાઈ કરીને વંચિત વર્ગોને અધિકાર આપ્યો હતો. સમય જતાં જોગવાઈઓને વધુ મજબૂત કરવામાં આવી છે અને આજે ઉચ્ચ જ્ઞાતિના ગરીબ લોકોને પણ (ઊઠજ) અનામતનો લાભ મળી રહ્યો છે. આટલા વ્યાપક બંધારણીય અધિકારને યોગ્ય વિચાર-િવમર્શ વગર નાબૂદ કરવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી.

બીજી તરફ, નવી દિલ્હીના જંતરમંતર પર સેંકડો લોકોઅનામત હટાવો આંદોલન હેઠળ એકઠા થયા હતા. સોશિયલ મીડિયા પર 5.6 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવતા આંદોલનની મુખ્ય માંગ છે કે, સરકારી સહાય, શિષ્યવૃત્તિ અને શિક્ષણમાં આર્થિક સ્થિતિને મુખ્ય આધાર બનાવવો જોઈએ.

આંદોલનકારોએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના પ્રવેશમાં ન્યૂનતમ માર્ક્સનો નિયમ જાળવી રાખવા, ક્રિમીલેયરના નિયમો સ્પષ્ટ કરવા અને છેલ્લા 80 વર્ષમાં અનામતની અસરો અંગે શ્વેતપત્ર (ઠવશાયિં ઙફાય)િ બહાર પાડવાની માંગ કરી છે. ઉપરાંત ઊઠજ વર્ગને વધુ સુવિધાઓ આપવાની અપીલ કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ઉમેર્યું કે, અનામત અંગેની કોઈપણ ગેરસમજ દેશની મોટી વસ્તીમાં આક્રોશ પેદા કરી શકે છે. જો પ્રદર્શનકારીઓ પોતાની માગણીઓ પદ્ધતિસર રીતે સરકાર સમક્ષ રજૂ કરશે તો સરકાર તેમની સાથે સકારાત્મક વાતચીત કરશે. આંદોલનકારીઓના જણાવ્યા મુજબ, કેન્દ્રીય મંત્રી વ્યક્તિગત રીતે તેમની સાથે મુલાકાત કરીને મુદ્દાઓ પર ચર્ચા હાથ ધરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક