નવી દિલ્હી, તા. 22 : જાપાનમાં થનારી એશિયન ગેમ્સ પહેલા ભારતના સ્ટાર એથલિટ નીરજ ચોપડા પોતાની જૂની લયમાં પાછો ફરી રહ્યો છે. લુસાને ડાયમંડ લીગમાં ચોપડાએ વર્ષનું સૌથી સારું પ્રદર્શન કરતા 88.05 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. આ શાનદાર થ્રોનાં કારણે પ્રતિયોગીતામાં બીજા ક્રમાંકે રહ્યો હતો. જીત અને પહેલાં ક્રમ વચ્ચેનો ગાળો ખૂબ જ મામૂલી રહ્યો હતો. જ્યાં શ્રીલંકાના ખેલાડી રૂમેશ પથિરાગે માત્ર નવ સેન્ટીમીટરની બઢત બનાવીને ટોપ ઉપર પહોંચ્યો હતો.
મુકાબલાની
શરૂઆતથી જ સ્ટાર ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. નીરજે બીજા રાઉન્ડમાં પૂરી
તાકાત લગાડીને 88.05 મીટરનો થ્રો કર્યો હતો. જૂન 2025માં પેરિસ ડાયમંડ લીગ જીત્યા બાદ
એક વર્ષથી વધુ સમયમાં આ સૌથી સારું પ્રદર્શન રહ્યું હતું. બાદમાં ત્રીજા રાઉન્ડમાં
રૂમેશ પથિરાગેએ 88.14 મીટરનો થ્રો કરીને પહેલું સ્થાન મેળવ્યું હતું. ગ્રેનેડાનો એન્ડરસન
પીટર્સ 86.69 મીટર સાથે ત્રીજાં સ્થાને રહ્યો હતો.