મહિલા અનામત માટેય સરકારની કવાયત; સત્રના અંત સામે વિપક્ષી સવાલો
નવી દિલ્હી, તા. 23 ઃશું
સરકાર મહિલા અનામત અને સીમાંકન ખરડાને ગૃહમાં પાછા લાવવાની યોજના ઘડી રહી છે? રાજકીય વર્તુળોમાં આવી અટકળો વેગ પકડી રહી છે. કારણ કે ચોમાસુ સત્ર પૂર્ણ થયા પછી પણ રાષ્ટ્રપતિએ હજુ સુધી સત્રના અંતને ઔપચારિક રીતે મંજૂરી આપી નથી. દરમિયાન, રવિવારે ભાજપે ફરી એકવાર આ ખરડાઓ પસાર કરવા માટે અપીલ કરી હતી. શનિવારે મહારાષ્ટ્રના પુણેમાં આયોજિત ‘છત્રોં કી ગુંજ’ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ મહિલા સશક્તિકરણ અને ભારતની પિતૃસત્તાક માનસિકતા પર સવાલ ઉઠાવ્યા બાદ આ નિવેદન આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીચિવ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિત વિપક્ષી નેતાઓને અપીલ કરી હતી કે તેઓ સંસદમાં આ વિધેયકપસાર કરવામાં મદદ કરે, જે કેન્દ્ર સરકાર 2029 સુધીમાં
મહિલાઓ માટે 33 ટકા અનામત આપવાનો પ્રસ્તાવ રાખે છે. સરકારે આ બિલ પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.