• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ટ્રમ્પને સંઘીય અદાલતનો ઝટકો

75 દેશના વિઝાની પ્રક્રિયા રોકવાની નીતિ અમેરિકી કોર્ટે ફગાવી દીધી

વાશિંગ્ટન, તા. 23 અમેરિકન પ્રમુખ ટ્રમ્પને કોર્ટે આંચકાઓ આપવાનું બંધ કર્યું નથી. એકબાજુ ટ્રમ્પ મનમાની કરતાં આદેશો આપતા ગયા છે તો બીજી બાજું અમેરિકન કોર્ટ તેમના પ્રકારના મોટાભાગના આદેશો ફગાવવા લાગી છે. આવો વધુ એક આદેશ અમેરિકન કોર્ટે આપ્યો છે, તેમાં ટ્રમ્પે અફઘાનિસ્તાન, ઇરાન, રશિયા અને સોમાલિયા સહિત 75 દેશોના વિઝાનું પ્રોસાસિંગ સસ્પેન્ડ કર્યું હતું તે પોલિસીને અમેરિકન કોર્ટે ફગાવી દીધી છે.ભૂતપૂર્વ પ્રમુખ જો બાયડને નીમેલા અમેરિકન ડિસ્ટ્રીક્ટ જજ જેનેટ વર્ગસે શુક્રવારે ટ્રમ્પની નીતિને કાયદાથી વિપરીત અને સત્તાના અતિક્રમણ સમાન ગણાવ્યો હતો. જજનો આદેશ હતો કે, વિદેશ પ્રધાન માર્કો રુબિયો પ્રકારની નીતિ જારી કરી તેમની સત્તાને અતિક્રમી ગયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક