• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

750 દડામાં ટેસ્ટ ખતમ ઃ બાંગલાદેશ સામે ઓસ્ટ્રેલિયાનો એક દાવ અને 51 રને વિજય

બીજા દાવમાં બાંગલાદેશનો 95 રનમાં ધબડકો સ્ટાર્કની મેચમાં કુલ 10 વિકેટ

મકાય, તા.23 બાંગલાદેશ વિરુદ્ધના બીજા ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો બે દિવસની અંદર વિજય થયો છે. પહેલી ઇનિંગમાં 64 રનમાં ઓલઆઉટ થનાર બાંગલાદેશ ટીમ આજે મેચના બીજા દિવસે 9 રનમાં ડૂલ થઈ હતી. આથી ઓસ્ટ્રેલિયાનો એક દાવ અને 1 રને એકતરફી વિજય થયો છે. સાથે ઓસ્ટ્રેલિયાએ 2 ટેસ્ટની શ્રેણી 1-1થી ડ્રો કરી હતી. પૂરો મેચ ફક્ત 70 દડામાં સમાપ્ત થયો છે અને ટેસ્ટ ઈતિહાસનો ચોથો સૌથી ટૂંકો ટેસ્ટ મેચ બન્યો છે. ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં દડાની સંખ્યા મુજબ સૌથી ટૂંકો ટેસ્ટ ભારત-. આફ્રિકા વચ્ચેનો હતો. 2024માં કેપટાઉનમાં રમાયેલા બન્ને ટીમ વચ્ચેનો ટેસ્ટ મેચ માત્ર 642 દડમાં ખતમ થઈ ગયો હતો.

પહેલા ટેસ્ટની શરમનજક હાર બાદ બીજા ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પ્લેયર ઓફ મેચ-િસરીઝ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કની કુલ 10 વિકેટથી બીજો ટેસ્ટ આસાનીથી જીતી લીધો હતો. ઓસ્ટ્રેલિયાના પહેલા દાવમાં 210 રન થયા હતા. પહેલા દિવસે 18 અને બીજા દિવસે બે સેશનમાં 12 વિકેટ પડી હતી. મેચના આજે બીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો દાવ 2.2 ઓવરમાં 210 રને સમાપ્ત થયો હતો. જેમાં કેમરૂન ગ્રીનના 67, સ્ટિવ સ્મિથના 42 અને નાથન લિયોનના અણનમ 32 રન મુખ્ય હતા. બાંગલાદેશના ઝડપી બોલર શોરિફૂલ ઇસ્લામે 7 વિકેટ ઝડપી હતી.

બીજા દાવમાં બાંગલાદેશના ફક્ત બે ખેલાડી કપ્તાન નઝમૂલ શાંતો (31) અને મુશફીકુર રહેમાન (29) બે આંકડે પહોંચી શક્યા હતા. સ્ટાર્કે 4 અને કમિન્સ-િલયોને 3-3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક