• રવિવાર, 23 ઑગસ્ટ, 2026

ઈરાન-અમેરિકા વચ્ચે ભીષણ બનતું સાઈબર યુદ્ધ

અમેરિકા સામે પલટવાર : પાણી, વીજળી અને દૂરસંચારને નિશાને લેવા ઈરાનની ચેતવણી

નવી દિલ્હી, તા. 22: અમેરિકા અને ઈરાન વચ્ચેની જંગ ફક્ત મિસાઈલ અને લડાકૂ વિમાનોથી ખેલાઈ રહી નથી બલ્કે સાઈબર રણભૂમિમાં તેની અદૃશ્ય લડાઈ પણ ચાલી રહી છે. જે આવનારા સમયમાં વધુ ભીષણ બનવાનાં સંકેતો મળી રહ્યાં છે. ઈરાને અમેરિકાનાં વીજળી, પાણી અને દૂરસંચાર માળખાને નિશાને લેવાની ધમકી આપી છે.

અમેરિકા એ 28 ફેબ્રુઆરીનાં રોજ ઈરાનમાં સૈન્ય આક્રમણ ચાલુ કર્યુ તેની સાથે જ સાઈબર હુમલામાં ઈરાનનાં ડિજીટલ નેટવર્કને પણ ધ્વસ્ત કર્યુ હતું. ઈરાનનાં સરકારી ટીવી પ્રસારણ સુદ્ધા અટકાવીને તેની જગ્યાએ ડોનાલ્ડ ટ્રમ્પ અને બેંજામિન નેતન્યાહૂનાં સંદેશાઓ દેખાડી દેવામાં આવ્યા હતાં. જેની સામે હવે ઈરાને પણ પલટવાર કર્યો છે. ઈરાનની સાઈબર સેનાએ અમેરિકા અને ઈઝરાયલની સિસ્ટમોમાંથી સંવેદનશીલ જાણકારીઓ તફડાવી લેવા ઉપરાંત બુનિયાદી માળખામાં પણ વિક્ષેપો પેદા કરી દીધા છે.  જુલાઈમાં કરવામાં આવેલા આવા જ સાઈબર હુમલામાં અમેરિકામાં મિનેસોટા રાજ્યની 30થી વધુ સિસ્ટમ સહિત અમેરિકાનાં કમસેકમ 12 રાજ્યમાં જળસુવિધા ખોરવી અને પ્રભાવિત કરી હતી. જો કે અમેરિકાએ આનાં માટે ઈરાનને અધિકૃત રીતે જવાબદાર ગણાવ્યું નથી પણ ઈસ્લામિક રિવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સ સાથે જોડાયેલા સાઈબર એવેંજર્સે મિનેસોટા સાઈબર હુમલાની જવાબદારી લીધી છે.

ઇ-પેપરના નવા શુલ્ક