• સોમવાર, 24 ઑગસ્ટ, 2026

ગુજરાત કોલેજના પીટી શિક્ષકે નોકરી અને ક્રિકેટમાં સિલેક્શનના નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 4.59 લાખ પડાવ્યા

પીટી શિક્ષક ઓનલાઈન ગામિંગ અને જુગાર રમવાની આદત ધરાવતો હોવાનું તપાસમાં ખુલ્યું

 

અમારા પ્રતિનિધિ તરફથી,

અમદાવાદ, તા.23: અમદાવાદની ગુજરાત કોલેજમાં પીટી શિક્ષક રહી ચૂકેલા શિક્ષકે વિદ્યાર્થીઓને એરફોર્સમાં સરકારી નોકરી અને ક્રિકેટમાં સિલેક્શન અપાવવાની લાલચ આપી કુલ રૂ. 4.59 લાખથી વધુ રકમ પડાવી હતી. આરોપી ઓનલાઈન ગામિંગ અને જુગારની લત ધરાવતો હોવાથી નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે આ છેતરાપિંડી આચરતો હતો. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ અને કચ્છના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ તેની ઠગાઈનો શિકાર બન્યા હતા.

ગુજરાત કોલેજમાંથી નોકરી છોડયા બાદ પણ પ્રજ્ઞેશ હનુભા બારહટે અલગ-અલગ વિસ્તારોમાં છુપાઈને અને અખબારોમાં જાહેરાતો આપીને છેતરાપિંડી ચાલુ રાખી હતી અને આ દરમિયાન તેણે 10 જેટલા મોબાઈલ ફોન પણ બદલ્યા હતા. એલિસબ્રિજ પોલીસે બાતમીના આધારે અંજાર ખાતેથી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. અંજાર કોર્ટમાં તેની સામે ચેક બાઉન્સનો કેસ

પણ પેન્ડિગ છે, અને પોલીસે

આ રેકેટમાં વધુ ખુલાસા

મેળવવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક