• બુધવાર, 29 જુલાઈ, 2026

અલંગમાં હવે યુરોપના જહાજો પણ ભાંગવા આવશે

ત્રણ પ્લોટસ યુરોપિયન ધોરણોના અમલ માટે સજ્જઃ કુલ 35 પ્લોટ ધારકોએ માન્યતા માટે અરજી કરી

રાજકોટ, તા.28(ફૂલછાબ ન્યૂઝ) શિપ બ્રાકિંગ ક્ષેત્રે દુનિયાભરમાં નામ ધરાવતા અલંગમાં હવે મોટાં અને યુરોપના જહાજો આવવાનો રસ્તો ખૂલવાનો છે. અલંગના કુલ ત્રણ શિપ બ્રેકર્સો સુરક્ષિત અને પર્યાવરણીય રીતે યોગ્ય ગણાતી યુરોપિયન શિપ રિસાયક્લિંગ સુવિધાઓની યાદીમાં સમાવેશ કરવા માટે અરજી કરી છે. પ્રકારના જહાજો વૈશ્વિક સ્તરે મોટો હિસ્સો ધરાવે છે. યુરોપીયન કમિશનની મંજૂરી આવી જાય પછી જહાજોની સંખ્યા વધી શકે છેયુરોપિયન કમિશને શ્રી રામ વેસલ ક્રેપ, શ્રી રામ શાપિંગ ઇન્ડસ્ટ્રીઝ અને વાયએસઆઇ રિસાયકલર્સ દ્વારા યુરોપિયન શિપ રિસાયક્લિંગ સુવિધાઓની સૂચિની 16મી આવૃત્તિમાં સમાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. યુરોપીયન ધારાધોરણોનો અમલ થતો હશે તો યાદીમાં નામ સમાવવામાં આવશે. યુરોપિયન કમિશનનો પ્રસ્તાવ 30 ઓગસ્ટ સુધી પરામર્શ માટે ખુલ્લો છે, ત્યારબાદ યુરોપિયન યુનિયનના 27-સભ્ય રાજ્યો દ્વારા ઓક્ટોબરમાં મતદાન કરવામાં આવશે.

મંજૂરી મળી જાય તો અલંગમાં ત્રણ યાર્ડ પ્રથમ દક્ષિણ એશિયાઈ રિસાયકલર્સ, પ્રથમ બિન-ઓઇસીડી સુવિધા અને યુરોપ શિપ રિસાયક્લિંગ રેગ્યુલેશન અનુસાર યુરોપિયન યુનિયનના દેશોના ધ્વજ લહેરાવતા જહાજોના રિસાયક્લિંગ માટે મંજૂરી મેળવવા માટે ડિસમન્ટાલિંગની બાચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકશે

યુરોપીયન યાદીમાં આવતા જહાજો એવી સુવિધા ધરાવતા યાર્ડમાં તોડવામાં આવતા હોય છે એટલે મંજૂરી જરૂરી છે. અલબત્ત, અગાઉ અલંગમાં હોંગકોંગ કન્વેન્શનના નિયમોનો અમલ શરૂ થઇ ચૂક્યો હતો

અલંગના 115 પ્લોટસમાં હોંગકોંગ કન્વેન્શનના નિયમોનું પાલન થાય છે. એમાંથી કુલ 35 પ્લોટસ દ્વારા યુરોપ સ્ટાન્ડર્ડ માટે અરજી થઇ છે. ત્રણ પ્લોટ માલિકોએ યુરોપની મોટાંભાગની પ્રક્રિયાઓ પૂર્ણ કરી લીધી છે. હવે ફક્ત મતદાન બાકી છે. ત્રણેય પ્લોટસમાં ડાઉનસ્ટ્રીમ ટ્રીટમેન્ટ, સ્ટોરેજ, ડિસ્પોઝલ અને તબીબી સુવિધાઓમાં વધુ સુધારો કરવામાં આવ્યો છે.

પહેલ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે સહયોગને મજબૂત બનાવી શકે છે, જવાબદાર રિસાયક્લિંગ ક્ષમતાને વિસ્તૃત કરી શકે છે તેમ જાણકારો માને છે. શિપીંગ ક્ષેત્રના જાણકારો કહે છેકે છેલ્લા 10 વર્ષોમાં રિસાયકલ કરાયેલા જહાજોની સંખ્યા નબળી રહી હતી પણ આગામી દસ વર્ષમાં રિસાયક્લિંગ માટે તૈયાર થયેલા જહાજોની સંખ્યામાં મોટો વધારો દેખાય રહ્યો છે. ભારત યુરોપીયન બજાર મેળવવા હવે સજ્જ થતો જાય છે.    

ઇ-પેપરના નવા શુલ્ક