15 રનમાં
5 વિકેટ ગુમાવતા પાકિસ્તાન 282 રને ઓલઆઉટ
બીજા
દાવમાં વિન્ડિઝે 126 રનમાં 7 વિકેટ ગુમાવી
તોરાબો
(ત્રિનિદાદ), તા.28: વેસ્ટ ઈન્ડિઝ અને પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ ટેસ્ટ રોમાંચક સ્થિતિમાં
પહોંચી ગયો છે. મેચના ત્રીજા દિવસે એક સમયે મજબૂત સ્થિતિમાં પહોંચી ગયેલી પાકિસ્તાની
ટીમે 1પ રનની અંદર પ વિકેટ ગુમાવી દીધી હતી. આથી પાક. ટીમ પહેલા દાવમાં 282 રને ઓલઆઉટ
થઇ હતી. જેથી વેસ્ટ ઈન્ડિઝને 29 રનની સરસાઇ મળી હતી. આ પછી બીજા દાવમાં વેસ્ટ ઈન્ડિઝનો
પણ ધબડકો થયો હતો અને 126 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આથી તે હવે 1પપ રન આગળ છે
અને 3 વિકેટ બચી છે. મેચના ત્રીજા દિવસે કુલ 14 વિકેટ પડી હતી.
પાકિસ્તાન
તરફથી અનુભવી બેટર શાન મસૂદે શાનદાર સદી કરી હતી. તે 184 દડામાં 12 ચોક્કાથી 109 રને
આઉટ થયો હતો. ઇમામ ઉલ હકે 63 અને કપ્તાન બાબર આઝમે 23 રન બનાવ્યા હતા. વિન્ડિઝ તરફથી
જસ્ટિન ગ્રીવ્સે 27 રનમાં પ વિકેટ લીધી હતી. કેમાર રોચ અને શમાર જોસેફને 2-2 વિકેટ
મળી હતી.
વિન્ડિઝ
તરફથી બીજા દાવમાં તેજનારાયણ ચંદરપૌલે સૌથી વધુ 3પ રન કર્યાં હતા. કેવમ હોજ ઝીરોમાં
અને શાઇ હોપ 10 રને આઉટ થયા હતા. પાક. તરફથી મોહમ્મદ અબ્બાસે 3 વિકેટ લીધી હતી.