• બુધવાર, 15 જુલાઈ, 2026

વીજલાઈન વળતરના નવા પરિપત્ર સામે ખેડૂતોની વિશાળ પદયાત્રા

365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરપારની લડાઈનું રણાશિંગું ફૂંકાયું; કલેક્ટરે પરિપત્ર ખેડૂત હિતમાં હોવાનો દાવો કર્યો

(ફૂલછાબ ન્યુઝ)

મોરબી, તા.14 મોરબી જિલ્લાના જેતપર (મચ્છુ) ગામે વીજલાઈન વળતર મુદ્દે ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉપવાસ આંદોલન પાર્ટ-2 પૂર્ણ થયા બાદ ખેડૂતો દ્વારા આજથી સત્યાગ્રહ પાર્ટ-3 શરૂ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલો નવો પરિપત્ર ખેડૂતોને મંજૂર હોવાથી, 365 ગામોના ખેડૂતોના લેટરપેડ સાથે એક વિશાળ પદયાત્રા યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

ગુજરાત ખેડૂત છાવણી જેતપર (મચ્છુ) દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના ઠરાવ ક્રમાંક ઇપીસીડી/ઈએલએ/ ફાઈલ/20/2023/1173/ તા. 4-7-26થી ઈલેક્ટ્રિસીટી એક્ટ 2003 અને ટેલિગ્રાફ એક્ટ 1885ની જોગવાઈઓ પ્રત્યે પ્રસ્થાપિત થતી અને થયેલી ટ્રાન્સમિશન લાઈનોના વળતર અંગેનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત ખેડૂત છાવણીના ખેડૂતો દ્વારા વિરોધ કરીએ છીએ અને તેમાં સુધારા કરવા માંગણી છે.

ગુજરાત ખેડૂત છાવણી દ્વારા જે ઉપરોક્ત સંદર્ભવાળા ઠરાવમાં સુધારાઓ કરાવવા માગીએ છીએ તે તમામ સુધાર ઠરાવ સાથે સામેલ રાખ્યા છે જે હકીકતો ધ્યાને લઈને તે મુજબનો ટેલિગ્રાફ એક્ટની કલમ 10 (ડી) ની મેન્ડેટરી જોગવાઈ ઓછામાં ઓછું નુકસાન અને પૂરેપૂરું નુકસાનીનું વળતર મુજબ ગુજરાત છાવણીના ખેડૂતો દ્વારા સૂચવેલા સુધારા કરવા અરજ કરવામાં આવી છે. જ્યાં સુધી સુધારા ના થાય ત્યાં સુધી ઠરાવની અમલવારી નહીં કરવા માગ કરી છે.

ખેડૂત સમિતિ સભ્ય નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ખેડૂતો પરિપત્રના વિરોધમાં છે રાજ્યના 365 ગામના પંચાયતના લેટરપેડ પર પરિપત્ર અમાન્ય છે તે જોડીને આજે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું છે. સરકાર માગ નહીં સ્વીકારે તો દરેક ખેડૂતોને બોલાવી આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે

મહિલા સમિતિ સભ્ય મિતલ કંડિયાએ જણાવ્યું હતું કે નવો પરિપત્ર ગુજરાતના ખેડૂતોને માન્ય નથી આજે ગણી ના સકાય તેટલી સંખ્યામાં ખેડૂતો પદયાત્રામાં જોડાયા હતા.\

-----------------

ખેડૂતોની માગણીઓ સરકારે સ્વીકારી લીધી છે, માર્કેટ રેટ કમિટી સહિતની કામગીરી ચાલુ 

જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે જેતપર ગામના ખેડૂતોની માગણીઓ અંગે સંવેદના દાખવી સરકારે પરિપત્ર કર્યો છે. જેમાં વિવિધ માગણીઓનો સમાવેશ થાય છે. માંગણી મુજબ માર્કેટ રેટ કમિટીની રચના કરી ખેડૂત પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવ 200 ટકા અને ગ્રામ્યમાં 30 ટકા જોગવાઈ કરી છે. વિસ્તૃત પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આજે ખેડૂતોએ આવેદન આપી અન્ય માગણીઓ કરવામાં આવી છે જે સરકાર સુધી પહોંચાડીશું, સરકારી પરિપત્ર ખેડૂતોના હિતમાં છે માર્કેટ રેટ કમિટી પ્રમાણે કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખેડૂતો ઝડપથી તેના પ્રતિનિધિઓની નિમણૂક કરે જેથી સમયસર વળતર મળી શકે તેમજ અગાઉ વળતર મળી ગયું હોય તેને પણ વધારાનું વળતર આપવાની જોગવાઈ છે. સરકારના જીઆર પ્રમાણે માર્કેટ રેટ કમિટી ભાવ નક્કી થયા બાદ થાંભલા નાખવાની કામગીરી થશે. કંપની સાથે બેઠક કરી છે અને વેલ્યુઅર નિમણૂક કરવા સૂચના આપી છે અને ખેડૂતોને 100 ટકા વળતર મળ્યા બાદ કામગીરી કરવા અંગે સૂચના આપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક