- રાજકીય નેતાઓ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો પ્રયોગ; પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો
પોરબંદર તા.14ઃ
પોરબંદરની પંજાબ
નેશનલ બેંકના
શર્ટર નીચે
પાકિસ્તાન જિંદાબાદ
લખેલો પત્ર
કોઈ નાખી
જતાં પોલીસે
તેનો કબજો
લીધો હતો
અને તપાસ
શરૂ કરી
છે.
પોરબંદર શહેરની
પંજાબ નેશનલ
બેંકમાં સોમવારે
સવારે બેંક
ખોલતા સમયે
એક વિવાદાસ્પદ
પત્ર મળી
આવતા ચકચાર
મચી ગઈ
હતી. બેંકના
કર્મચારીઓએ જ્યારે
બેંક ખોલી
ત્યારે કોઈ
અજાણી વ્યક્તિએ
શટરની નીચેથી
પત્ર નાખ્યો
હોવાનું સામે
આવ્યું હતું.
બેંક મેનેજમેન્ટે
પત્ર વાંચતા
તેમાં રાજકીય
નેતાઓ અંગે
અપમાનજનક અને
ઉશ્કેરણીજનક ભાષાનો
ઉપયોગ તેમજ
‘પાકિસ્તાન ઝિંદાબાદ’
જેવા શબ્દો
લખાયેલા હોવાનું
જણાયું હતું.
આ અંગે
બેંક મેનેજમેન્ટ
દ્વારા તાત્કાલિક
કમલાબાગ પોલીસને
જાણ કરવામાં
આવી હતી.
જાણ થતા
જ પોલીસ
કાફલો ઘટના
સ્થળે દોડી
આવ્યો હતો
અને સમગ્ર
ઘટનાની પ્રાથમિક
તપાસ હાથ
ધરી હતી.
બેંક દ્વારા
આ સમગ્ર
મામલે શહેરી
ડીવાયએસપી ઋતુ
રાબાને પત્ર
આપીને યોગ્ય
તપાસની માગણી
કરવામાં આવી
છે. પોલીસે
બેંકમાં લગાવવામાં
આવેલા સીસીટીવી
ફૂટેજ કબજે
કરીને શંકાસ્પદ
વ્યક્તિની ઓળખ
મેળવવાની કાર્યવાહી
શરૂ કરી
છે. પ્રાથમિક
તપાસમાં પત્રમાં
દેશવિરોધી અને
ઉશ્કેરણીજનક સામગ્રી
હોવાનું જણાયું
છે. પોલીસે
પત્રમાં રહેલા
લખાણ, હસ્તાક્ષર
અને કાગળ
સહિતના પુરાવાઓનું
પરીક્ષણ શરૂ
કર્યું છે.
બેંક અને
આસપાસના વિસ્તારના
સીસીટીવી ફૂટેજની
પણ ચકાસણી
કરવામાં આવી
રહી છે.
પોલીસ અધિકારીઓએ
જણાવ્યું છે
કે તપાસ
પૂર્ણ થયા
બાદ સમગ્ર
ઘટનાની હકીકત
સ્પષ્ટ થશે.