એટલાંટા, તા.14ઃ બે દશક બાદ બુધવારે મોડી રાત્રે વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના અને ઈંગ્લેન્ડ વચ્ચે ફીફા વર્લ્ડ કપ-2026ના સેમી ફાઇનલમાં ટક્કર થશે. બન્ને ટીમ વચ્ચેનો આ ફૂટબોલ મુકાબલો વિશ્વ કપના સૌથી જૂના પ્રતિસ્પર્ધીઓમાંનો એક છે. ફીફા વર્લ્ડ કપના ઈતિહાસમાં ઈંગ્લેન્ડ-આર્જેન્ટિનાની પ મેચમાં ટકકર થઇ છે. જેમાં ઈંગ્લેન્ડના 3 મેચમાં અને આર્જેન્ટિનાના 2 મેચમાં જીત થઇ છે. જેમાં એક મુકાબલો પેનલ્ટી શૂટઆઉટમાં જીત્યો હતો.
ઇંગ્લેન્ડ-આર્જેન્ટિના વચ્ચે પહેલી ટક્કર 1962માં થઇ હતી. ત્યારે લીગ રાઉન્ડના આ મેચમાં ઈંગ્લેન્ડનો 3-1 ગોલથી
વિજય થયો હતો. 1966ના ક્વાર્ટર ફાઇનલમાં ઈંગ્લેન્ડનો આર્જેન્ટિના વિરુદ્ધ 1-0 ગોલથી
વિજય થયો હતો. આ પછી તે વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ ટીમ ચેમ્પિયન બની હતી. જે તેનો એકમાત્ર ફીફા ખિતાબ છે.
હવે આ વખતે મેકિસકો સિટીના અજટેકા સ્ટેડિયમ પર બન્ને ટીમ વચ્ચે ફાઇનલમાં પહોંચવા માટે કસોકસની ટકકર થશે. આ મેચમાં આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનલ મેસ્સી અને ઈંગ્લેન્ડના કપ્તાન હેરી કેન પર નજર રહેશે. મેસ્સી 8 અને કેન 6 ગોલ કરી ચૂક્યા છે અને તેમની ટીમ માટે ફરી એકસ ફેક્ટર બની શકે છે.