• બુધવાર, 15 જુલાઈ, 2026

રશિયાનાં ગુપ્ત વિમાનમાં મોઝતબા ખામેની પહોંચી ગયા ચીન ?

નવી દિલ્હી, તા.14 અમેરિકા સામેનું ઘર્ષણ હવે આરપારનાં રણમેદાનમાં ફેરવાઈ જાય તે પહેલા ઈરાનનાં પૂર્વ સર્વોચ્ચ નેતા અને પોતાનાં પિતા અયાતુલ્લા અલી ખામેની જેવી જીવનું જોખમ ખેડી લેવાની કોઈ ભૂલ કરવાનાં બદલે અગમચેતી રાખીને મોઝતબા ખામેની રશિયાનાં એક અતિસુરક્ષિત અને ગુપ્ત વિમાન ટીયુ-214યુ મારફત ચીનમાં બીજિંગમાં છૂપાઈ ગયા હોવાનાં અહેવાલો આવી રહ્યાં છે. એવી અટકળો પણ ચાલી રહી છે કે, અમેરિકાનાં હુમલામાં મોઝતબા પણ ગંભીર રીતે ઘવાયા હતાં અને તેમને સારવાર માટે ચીનમાં ખસેડવામાં આવ્યાં છે.

મોઝતબા ખામેની રશિયાનાં વિમાનમાં તેહરાનથી બાજિંગ જતાં ચર્ચાએ જોર પકડÎું છે. હકીકતમાં, રશિયાના રાષ્ટ્રપતિના નિર્દેશ પર મોસ્કોથી ટીયુ-214યુ વિમાન તેહરાન મોકલવામાં આવ્યું હતું. તેના થોડા કલાકો બાદ વિમાન તેહરાનથી ચીનની રાજધાની બાજિંગ પહોંચી ગયું હતું. ફ્લાઇટ ટ્રાકિંગ વેબસાઇટ ફ્લાઈટરડાર-24નાં હવાલેથી ખબર સામે આવી રહી છે.

ટીયુ-214યુને રશિયાનું સૌથી સુરક્ષિત વિમાન માનવામાં આવે છે. ઉડાન દરમિયાન વિમાન વિશેની માહિતી સામાન્ય સિગ્નલ દ્વારા મેળવવી મુશ્કેલ છે. ઉપરાંત, મિસાઇલ હુમલા સામે પણ વિમાનને ઊંચી સુરક્ષા ધરાવતું ગણવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા મુજબ, મોઝતબા ખામેનીનું શરીર લગભગ 90 ટકા સુધી અસરગ્રસ્ત થઈ ગયું છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકા અને ઇઝરાયલે મળીને તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદથી મોઝતબા ખામેની જાહેરમાં અથવા મીડિયા સામે જોવા મળ્યા નથી. મહિનાની શરૂઆતમાં તેમના પિતા અલી ખામેનીને મશહદમાં દફનાવવામાં આવ્યા હતા. તે પ્રસંગે પણ મોઝતબા હાજર નહોતા. કહેવામાં આવે છે કે તેઓ લાંબા સમયથી ગુપ્ત સ્થળે છે.

કુવૈતના અખબાર અલ જરીદાએ માર્ચ 2026માં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મોઝતબાને શરૂઆતમાં સારવાર માટે મોસ્કો લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હાલમાં મોસ્કો પણ સંપૂર્ણ સુરક્ષિત માનવામાં આવતું નથી, કારણ કે ત્યાં યુક્રેનના સતત હુમલાઓ થઈ રહ્યા છે.

સંજોગોમાં ચીનને મોઝતબા માટે વધુ સુરક્ષિત સ્થાન માનવામાં આવે છે. ઉપરાંત, ચીનમાંથી માહિતી મેળવવી પણ સરળ નથી. કારણે તેમના ચીન જવાની અટકળો વધુ તેજ બની છે.

ઈરાન અને અમેરિકા વચ્ચે ફરીથી તણાવ વધ્યો છે. ઈરાનને ભય છે કે ઇઝરાયલ અને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ તેના સર્વોચ્ચ નેતાને શોધવા અને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે. ભયથી મોઝતબાનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું ધારવામાં આવે છે. જોકે, અંગે ઈરાને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક