‘સર’નું ફોર્મ ભરવા આવેલી મહિલા દ્વારા ફરિયાદ : ગુનો નોંધી પોલીસે તપાસ આદરી
નૂંહ, તા. 13 : હરિયાણાના નૂંહ
જિલ્લામાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. તાવડુ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં
એસઆઈઆરનું ફોર્મ ભરવા આવેલી એક વિધવા મહિલા પર કથિત સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું
હોવાનો આરોપ લાગ્યો છે. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ચાર નામજોગ આરોપી સામે ગુનો
નોંધીને તપાસ હાથ ધરી છે.
નૂંહ જિલ્લાના તાવડુ સિટી પોલીસ
સ્ટેશન વિસ્તારમાં એક વિધવા મહિલા પર કથિત સામૂહિક દુષ્કર્મ મામલો સામે આવ્યો છે. આરોપ
છે કે, મહિલા જ્યારે સરનું ફોર્મ ભરવા આવી હતી, તે દરમિયાન તેની સાથે આ સામૂહિક દુષ્કર્મની
ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની
તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં
ચાર લોકોને નામજોગ આરોપી બનાવવામાં આવ્યા છે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપીઓ સામે
ગંભીર આરોપો લગાવ્યા છે. ફરિયાદ મળતાની સાથે જ તાવડુ સિટી પોલીસે સંબંધિત કલમો હેઠળ
એફઆઈઆર નોંધી લીધી છે.