ટોક્યો, તા.14 ઃ ભારતની અનુભવી મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ જાપાન ઓપન સુપર-7પ0 બેડમિન્ટન ટૂર્નામેન્ટના વિજયી પ્રારંભ સાથે બીજા રાઉન્ડમાં પહોંચી છે. પહેલા રાઉન્ડમાં પીવી સિંધુનો મલેશિયાની ખેલાડી વોંગ લિંગ ચિંગ વિરુદ્ધ 21-4 અને 21-11થી શાનદાર વિજય થયો હતો જ્યારે મેન્સ ડબલ્સમાં ભારતની સ્ટાર જોડી સાત્ત્વિક-િચરાગને
ઇજાને લીધે પહેલા રાઉન્ડનો મેચ છોડવો પડÎો હતો. આથી તેમની જાપાન ઓપનની સફર નિરાશા સાથે સમાપ્ત થઈ હતી. સાત્ત્વિક-િચરાગ સામે પહેલા રાઉન્ડમાં ડેનમાર્કની જોડી ડેનિયલ લુંડગાર્ડ-મેડસ વેસ્ટગાર્ડ પહેલી ગેમ 21-19થી જીતી આગળ હતા. આ પછી સાત્ત્વિકને ફરી ખભાનું દર્દ શરૂ થયું હતું. આથી ભારતીફ જોડી મેચમાંથી રિટાયર્ડ હર્ટ થઈ હતી. સાત્ત્વિકની ઇજાને લીધે આ જોડી ગત મહિને ઇન્ડોનેશિયા ઓપનનો પણ હિસ્સો બની શકી ન હતી. મિક્સ ડબલ્સમાં ધ્રુવ કપિલા-તનીશા ક્રાસ્ટોની ભારતીય જોડી બીજા રાઉન્ડમાં પહોંચી છે.