• મંગળવાર, 14 જુલાઈ, 2026

મહુવામાં સિક્યુરિટી ગાર્ડની હત્યા, ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો

ભંગારની લારી અંદર લઈ જવા ના પાડતા મધરાતે ખાટલામાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા

ભાવનગર, તા.13: ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલી એક રેસિડેન્સીમાં ફરજ બજાવતા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સ ભંગારની લારી લઈને સોસાયટીની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ફરજ પર તહેનાત સિક્યુરિટી ગાર્ડે તેને અંદર જવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સોસાયટીમાં પ્રવેશ ન મળતા આ બાબતની દાઝ રાખીને તે શખસે મધરાતે ખાટલામાં સૂતેલા સિક્યુરિટી ગાર્ડ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા.

   આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. પોલીસે સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર રમણીકલાલ જગડા (ઉં.વ. 68)ની હત્યાના મામલે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપી ગૌરાંગ ઉર્ફે લાલજી ભીલની ધરપકડ કરી લીધી છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026