• મંગળવાર, 14 જુલાઈ, 2026

અચાનક મોત માટે તૈયાર રહો : ઈરાનનું 13 વૈશ્વિક નેતાનું હિટ લિસ્ટ

ટ્રમ્પથી માંડીને મેક્રોં અને મેલોની સુધીનાં નેતાઓ ઈરાનનાં ટાર્ગેટમાં?: ઈરાની અખબારનાં વિવાદાસ્પદ અહેવાલથી ખળભળાટ

નવી દિલ્હી, તા.13: ઈરાન અને અમેરિકા વચ્ચે જંગ હવે બેહદ ખતરનાક વળાંક ઉપર આવી ગઈ છે. જેમાં આ લડાઈ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેની નહીં રહેતા ઈરાન અને પશ્ચિમી દેશોનાં નેતાઓ સુધી એટલે કે વ્યક્તિગત સ્તર સુધી પહોંચી ગઈ છે. તેહરાન નગર પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતાં એક કટ્ટરપંથી અખબાર હમશહરીએ એક હિટ લિસ્ટ જારી કર્યુ છે અને આમાં અમેરિકા, ઈઝરાયલ અને યુરોપીય દેશોનાં 13 મોટા નેતાઓને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીનાં મૃત્યુ માટે જવાબદાર ગણાવીને તેમને નિશાન બનાવવાની વાત કરવામાં આવેલી છે અને હેડલાઈન આપવામાં આવી હતી, અચાનક મોત માટે તૈયાર રહો.

મુખપૃષ્ઠ ઉપર અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, વિદેશમંત્રી માર્કો રુબિયો, રક્ષામંત્રી પીટ હેગસેથ, ઈઝરાયલનાં પ્રધાનમંત્રી નેતન્યાહૂ, રક્ષામંત્રી ઈઝરાયલ કાત્ઝ, ગિદોન સાર, બ્રિટનનાં વડાપ્રધાન સ્ટાર્મર, ઈમેનુએલ મેક્રોં, જ્યોર્જિયા મેલોની, જર્મનીનાં ચાંસેલર ફ્રેડરિક મર્જની તસવીરો સાથેનું એક ગ્રાફિક પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને આ તમામને ટાર્ગેટ કરવાની વાત આમાં કહેવામાં આવી હતી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026