• બુધવાર, 15 જુલાઈ, 2026

પહલગામ કેસઃ હાફિઝ સઈદ સામે ધરપકડ વોરન્ટ

નવી દિલ્હી, તા. 14 જમ્મુની વિશેષ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) કોર્ટે પહલગામ આતંકી હુમલાનાં કેસમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર--તૈયબાનાં વડા અને વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદ વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યુ છે. તાજેતરમાં એનઆઈએ દ્વારા કોર્ટમાં એક પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી અને તેમાં હાફિઝ સઈદનું નામ મુખ્ય આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. વિશેષ અદાલતનાં ન્યાયાધીશે 8 જુલાઈએ વોરંટ જારી કરવાનો આદેશ આપ્યો હતો.

એનઆઈએ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્Îું હતું કે, પાકિસ્તાનના સરગોધા શહેરનો રહેવાસી હાફિઝ સઈદ ઈરાદાપૂર્વક ધરપકડથી બચવા ભાગી રહ્યો છે. એજન્સીએ દલીલ કરી હતી કે, કેસની નિષ્પક્ષ અને સંપૂર્ણ તપાસ માટે સઈદની કસ્ટડીમાં પૂછપરછ કરવી અત્યંત જરૂરી છે. કોર્ટે એનઆઈએની દલીલો સ્વીકારીને જમ્મુના એનઆઈએનાં ડીઆઈજીને વોરંટનો અમલ કરાવવા નિર્દેશ આપ્યો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક