જૂનના અંતમાં પાંચ ફૂટથી વધુ ઊંચાઈ હતી, જે માત્ર એક ફૂટ રહી ગઈ !
શ્રીનગર, તા. 6 : અમરનાથ યાત્રાના હજુ ચોથા જ દિવસે વિક્રમી સંખ્યામાં પહેંચી રહેલા યાત્રીઓને નિરાશ કરી દે તેવા સમાચાર એવા મળ્યા છે કે, ગુફામાં શિવલિંગ 90 ટકા ગાયબ થઈ ગયું છે. તેની ઊંચાઈ હવે માત્ર એક ફૂટ બચી છે.
ખાસ જાણવા જેવી વાત એ છે કે, જૂનના અંતમાં લિંગની ઊંચાઈ પાંચ ફૂટથી વધુ હતી. કુલ્લ 57 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં ત્રણ દિવસમાં 56 હજારથી વધુ યાત્રી દર્શન કરી ચૂક્યા છે. અમરનાથ યાત્રા માટે આ વખતે ચાર લાખ યાત્રીએ નોંધણી કરાવી છે. યાત્રા 28મી ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે પૂરી થશે.
શિવલિંગનું નિર્માણ દર વર્ષે કુદરતી રીતે થાય છે, જેને ભૂસ્તરશાત્રમાં ‘સ્ટેલેગમાઈટ’ તરીકે ઓળખવામાં આવે છે.