• સોમવાર, 06 જુલાઈ, 2026

ખ્વાજા આસિફ માનસિક બીમાર : ભારત

સેશલ્સમાં મોદીનાં સન્માનની મજાક ઉડાવનાર પાક રક્ષામંત્રી પર આકરા પલટવાર

નવી દિલ્હી, તા. પ : સેશલ્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વોચ્ચ સન્માન પર ટિપ્પણી કરનાર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પર આકરા પલટવાર કર્યા હતા.

ભારત સરકારના ઉચ્ચ પદસ્થ સૂત્રોએ પ્રહાર કરતાં કહ્યું હતું કે, ખ્વાજા આસિફની માનસિક હાલત સારી નથી.

તેમની પાસે કોઈ કામધંધો નથી એટલે એવા મામલાઓ પર બાલિશ ટિપ્પણી કરીને સમય કાઢે છે. જેની તેમને જરા જેટલી પણ સમજ નથી તેવા પ્રહારો સરકારે કર્યા હતા. સરકારે કહ્યું હતું કે, આસિફને સંરક્ષણ મંત્રાલય જેવી મોટી જવાબદારી મળવી એ જ પાકિસ્તાનની કંગાળ દશા દર્શાવે છે. મોદી સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખ્વાજા આસિફ માનસિક રીતે અસ્થિર છે. એ સૌ કોઈ જાણે છે. સ્પષ્ટ છે કે, પાકિસ્તાનના રક્ષામંત્રી પાસે આખો દિવસ કરવા માટે કોઈ કામ નથી. નફરતથી ભરેલા આસિફ ઈર્ષ્યા બહાર કાઢે છે.

પાકિસ્તાની ડેપ્યુટી પીએમના પૌત્રએ ચલાવી એક લાખ ડોલરની લૂંટ

ઈસ્લામાબાદ, તા. 5 : પાકિસ્તાનમાં ડેપ્યુટી પીએમ ઈશાક ડારના પૌત્ર રજા ડારનું નામ બે વિદેશી મહિલા ઉપર સામૂહિક બળાત્કારમાં જોડાયું છે. આ મામલે તપાસમાં ક્રિપ્ટો કરન્સીનો એંગલ પણ સામે આવ્યો છે. રજા ડાર અને અન્ય આરોપીઓ વિદેશી મહિલાઓ પાસેથી ક્રિપ્ટો કરન્સી લૂંટવા માગતા હતા. મહિલાઓને બંધક બનાવીને પ્રતાડિત કર્યા બાદ એક લાખ ડોલરની ક્રિપ્ટો કરન્સી લૂંટી લીધી હતી. આ દરમિયાન પીડિતાઓને માર મારવામાં આવ્યો હતો અને આરોપીઓએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. રજા ડારે મોબાઇલ છુપાવી લીધો હતો અને બાદમાં એક મહિલાની માતાને ફોન કરીને એક લાખ ડોલર માગ્યા હતા.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

વેરાવળનાં સ્મશાનની ગેસ ભઠ્ઠી સપ્તાહથી બંધ : મૃતદેહનો મલાજો ન જળવાતા કચવાટ July 06, Mon, 2026