• મંગળવાર, 07 જુલાઈ, 2026

પીઓકેમાં પ્રદર્શનકારીઓ ઉપર પાકિસ્તાનનો ગોળીબાર


-પાકિસ્તાની સરકારનો વિરોધ વધારે ઉગ્ર બન્યો ગોળીબારમાં એકનું મૃત્યુ અને ઘણા ઈજાગ્રસ્ત

 

નવી દિલ્હી, તા. 6 પાકિસ્તાની કબજાના પીઓકેમાં હજારો પ્રદર્શનકારીઓએ કથિત ઘેરાબંધી હટાવવા, સંચાર સેવાઓની બહાલી, ભોજન-દવાઓની નિર્બાધ આપૂર્તિ, ધરપકડ કરાયેલા નેતાઓની મુક્તિ અને 38 સૂત્રની સમજૂતીની અમલવારી માગ સાથે સડકો ઉપર પ્રદર્શન થયાં હતાં. દરમિયાન અનબ વિસ્તારમાં હિંસા ભડકી હતી. દરમિયાન પોલીસ અને પાકિસ્તાની રેન્જર્સે ટિયર ગેસના સેલ છોડÎ હતા અને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ઘણા પ્રદર્શનકારીઓને ઈજા પહોંચી હતી. વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ, બાળકો સહિત 40,000 લોકો એકત્રિત થયા હતા.

જમ્મુ કાશ્મીર સંયુક્ત આવામી એક્શન કમિટી (જેએએસી)ના આહ્વાન ઉપર પ્રદર્શન યોજાયું હતું. જેમાં મુઝફ્ફરાબાદ, રાવલકોટ, મીરપુર, ડડયાલ, ડેરાકોટ, ઝીરો પોઇન્ટ, ટ્રિયાટી નોટ અને સરોજા સહિતના વિસ્તારમાં લોકો પાકિસ્તાની સરકારના વિરોધમાં એકત્રિત થયા હતા. દરમિયાન ડડયાલમાં પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળોને પીછેહટ કરવા મજબૂર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, જેએએસીનાં નેતૃત્વમાં ચાલી રહેલા આંદોલનોએ પાકિસ્તાની પ્રશાસન સામે નાગરીક અસંતોષને નવું રૂપ આપ્યું છે. આતંકવાદ વિરોધી કાયદા હેઠળ પાકિસ્તાની સરકરે જેએએસી ઉપર પ્રતિબંધ મૂકવા ઉપરાંત દરોડા પાડÎ હતા અને શૌકત નવાઝ મીર સહિત 600થી વધારે કાર્યકરો તેમજ નેતાઓની ધરપકડ કરી હતી. હવે પ્રદર્શનકારીઓનો આરોપ છે કે પાકિસ્તાની અધિકારીઓએ કૃત્રિમ નાકાબંધી કરી છે.


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026