• મંગળવાર, 07 જુલાઈ, 2026

પહલગામ હુમલામાં હાફિઝ મુખ્ય આરોપી


-NIAનું પૂરક ચાર્જશીટ : તપાસમાં બહાર આવેલા પાકિસ્તાન અને સઈદ સામેના પુરાવાના આધારે આરોપ મુકાયા

 

નવીદિલ્હી, તા.6 : પહલગામ આતંકવાદી હુમલાની તપાસ કરતી રાષ્ટ્રીય તપાસ એજન્સી - એનઆઇએ દ્વારા આ કેસમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને હવે પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સૂત્રધાર હાફિઝ સઈદ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કર્યું છે. એઆઇએ દ્વારા જમ્મુ સ્થિત વિશેષ એનઆઇએ અદાલતમાં દાખલ કરવામાં આવેલા આરોપનામામાં હાફિઝ સઈદને વ્યક્તિગત રીતે આરોપી બનાવવામાં આવ્યો છે અને પ્રતિબંધિત આતંકી જૂથ લશ્કર-એ-તૈયબા અને તેના આતંકી જૂથ ટીઆરએફના પ્રમુખ અને સંસ્થાપક તરીકે પણ સઈદને દેખાડવામાં આવ્યો છે.

એનઆઇએ અનુસાર તપાસમાં એવા સબૂત સામે આવ્યા છે કે પહલગામ આતંકી હુમલાનું ષડયંત્ર પાક.માં રચાયું હતું. એજન્સીનું કહેવું છે કે, સઈદે સીમાપારથી હુમલાનો કારસો ઘડવા, આતંકીઓને નિર્દેશ આપવા અને આખાં ઓપરેશનને અંજામ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

આના આધારે તેની સામે ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાનૂની ગતિવિધિ રોકથામ અધિનિયમની વિભિન્ન કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે. આ સાથે જ ભારત ખિલાફ યુદ્ધ છેડવા અને ગુનાઇત કારસો ઘડવા સહિતના ગંભીર આરોપોની કલમો પણ લગાડવામાં આવી છે. આ નવું ચાર્જશીટ અગાઉ દાખલ 1597 પાનાનાં મૂળ આરોપનામાનો જ વિસ્તાર છે અને તેમાં સઈદની ભૂમિકાના વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓનો વિસ્તૃત ચિતાર આપવામાં આવ્યો છે.

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026