• મંગળવાર, 07 જુલાઈ, 2026

ખામેનીની દફનવિધિમાં સામેલ થવા બદલ ઈરાને ભારતનો આભાર માન્યો

-ઈરાની દૂતાવાસે કહ્યું, ભારતના મૈત્રિપૂર્ણ કદમને ક્યારેય ભૂલશે નહીં

નવી દિલ્હી, તા. 6 ઈરાને દિવંગત સુપ્રીમ લીડર અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના રાજકીય અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે ભારતનો આભાર માન્યો હતો. ભારતમાં ઈરાનના દૂતાવાસે સરકારના નિર્ણયને પરસ્પર સન્માનની મજબૂત અભિવ્યક્તિ ગણાવી હતી. દૂતાવાસે કહ્યું હતું કે દફનવિધિમાં ભારતનું સામેલ થવું બન્ને દેશ વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને બતાવે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક લાંબી પોસ્ટમાં ભારતમાં ઈરાનના દૂતાવાસે ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો. દૂતાવાસે કહ્યું હતું કે, ઈરાન મિત્રતા, સંવેદના અને દિલથી અપાયેલા સન્માનના મૈત્રિપૂર્ણ કદમને ક્યારેય ભૂલશે નહીં. માટે દૂતાવાસે ભારતનો આભાર માન્યો હતો.

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026