• મંગળવાર, 07 જુલાઈ, 2026

રશિયાએ 68 મિસાઇલ, 351 ડ્રોનથી હચમચાવ્યું યુક્રેન

-હુમલામાં 14નાં મૃત્યુ અને 46થી વધારેને ઈજા ઘણી ઈમારતો ક્ષતિગ્રસ્ત

કીવ, તા. 6 યુક્રેન ફરી એક વખત રશિયાના હુમલાથી હચમચી ગયું છે. રાજધાની કીવ ઉપર તાબડતોડ મિસાઇલ અને ડ્રોન હુમલામાં 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 46થી વધારે લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ સામે આવ્યા હતા. કીવ વિસ્તારના સૈન્ય અધિકારી તિમુર તકાચેંકોએ હુમલાની પુષ્ટિ કરી હતી. રશિયાએ 68 મિસાઇલ અને 351થી વધારે ડ્રોનથી યુક્રેનને નિશાને લીધું હતું.

કીવના મેયર વિટાલી ક્લિટસ્કોએ કહ્યું હતું કે, રશિયાની બેલેસ્ટીક મિસાઈલોએ ઘણી ઈમારતોને નુકસાન પહોંચાડÎું હતું.

યુક્રેનની વાયુસેના અનુસાર રશિયાએ 23 બેલેસ્ટીક મિસાઇલો, સુપર સોનિક અને હાઇપર સોનિક મિસાઇલો સહિત કુલ 68 મિસાઇલ અને 351 ડ્રોન દાગ્યા હતા. યુક્રેની વાયુ રક્ષા પ્રણાલીએ 37 મિસાઇલ અને 326 ડ્રોન હુમલા રોક્યા હતા. જો કે બેલેસ્ટીક અને હાઇપરસોનિક મિસાઇલ રોકી શકાય નહોતી. જેનાથી નુકસાન થયું હતું.

 

 

 


ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફીફા વર્લ્ડ કપમાં મેજર અપસેટ: નોર્વે સામે હારી બ્રાઝિલ બહાર નોર્વેના અર્લિંગ હાલેન્ડે બે અદ્ભુત ગોલ કરી બ્રાઝિલને હતપ્રભ કરી દીધું July 07, Tue, 2026